રાજકોટમાં બાંધકામના ધંધાર્થીએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

આપઘાતનું કારણ અકબંધ; યુવકના મોતથી બે માસુમ બાળકોએ પિતાનું છત્ર ગુમાવ્યું

શહેરમાં નાના મવા વિસ્તારમાં મોકાજી સર્કલ પાસે રહેતા બાંધકામના ધંધાર્થીનું અંધાર છીએ કોઈ અગમ્ય ગળે ફાંસો ખાય આપઘાત કરી લીધો હતો બે માસુમ બાળકોએ પિતાનું ક્ષત્રિય ગુમાવતા પરિવારમાં કરૂણકલ પાંચ સર્જાયો છે
આ બનાવવા અંગે પોલીસ માંથી જાણવા મળે તેવી વિગત મુજબ નાના મવા વિસ્તારમાં મોકજી સર્કલ પાસે વાછરા દાદાના મંદિર પાસે રહેતા
અજયસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા નામના 31 વર્ષના યુવાને કોઈ અગમ્ય કારણસર પોતાના ઘરે ગળાફાસો ખાઈ લીધો હતો.
યુવાનને બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં યુવકની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી હતી. આ બનાવ અંગે તાલુકા પોલીસને જાણ થતા તાલુકા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક દોડી ગયો હતો અને પોલીસે જરૂરી કાર્યવાહી કરી યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક અજયસિંહ જાડેજા તેના માતા-પિતાને આધાર સ્તંભ એકનો એક પુત્ર હતો. અને તેને સંતાન માટે પુત્ર અને એક પુત્રી છે. અજયસિંહ જાડેજા બાંધકામનો વ્યવસાય કરી પરિવારનું ગુજરાન ચલાવતા હોવાનું જાણવા મળ્યું છે આ અંગે તાલુકા પોલીસ નોંધ કરી અજયસિંહ જાડેજાના આપઘાત પાછળનું કારણ જાણવા તપાસનો દોર લંબાવ્યો છે.

રિલેટેડ ન્યૂઝ