રાજકોટના યુવાનનું સાયલા પાસેથી ઉઘરાણી મુદ્દે અપહરણ: પોલીસે પીછો કરતા છોડી દીધો

વ્યાજખોર સહિત આઠ શખ્સો સામે ફરિયાદ: બેની ધરપકડ

મુળ સાયલાના વતની અને હાલ રાજકોટ રહેતા યુવાનનું વ્યાજની ઉઘરાણીમાં સાયલા નજીકથી અપહરણ કરાયા બાદ પોલીસે પીછો કરતા વાંકાનેર પાસે યુવાનને છોડી મુક્યો હતો. આ મામલે 8 સખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયા બાદ પોલીસે બે શખ્સોની ધરપકડ કરી છે. જ્યારે અન્યની શોધખોળ શરૂ કરાઈ છે. રાજકોટમાં રહેતો મુળ સાયલાનો વિવેક ઉર્ફે લકી જીતેન્દ્રભાઈ માણેક નામનો યુવાનની ફરિયાદને આધારે રાજકોટના દેવેન્દ્રસિંહ ઉર્ફે ડી.ડી. દોલતસિંહ જાડેડા, મોના ભરવાડ, યજ્ઞરાજ નનકુ બસિયા તથા વાંકાનેરના રાતીદેવડીના પ્રશાંત બળવત વોરા, નિખિલ મોતીભાઈ ચાવડા, ગૌતમ બળવંત વોરા, યોગેશ નવીન વોરા અને સાહિલ રમેશ વોરા વિરુદ્ધ ગુનો નોંધાયો છે. પોલીસે આ મામલે પ્રશાંત અને નિખિલ ચાવડાની ધરપકડ કરી છે.
સમગ્ર બનાવની ફરિયાદ મુજબ રાજકોટમાં વિવેક ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતો હોય જેને ધંધામાં નુક્શાની જતાં રૂપિયાની જરૂરિયાત ઉભી થતાં રાજકોટના દેવેન્દ્રસિંહ ઉર્ફે ડી.ડી. દોલતસિંહ જાડેજા તથા મોના ભરવાડ પાસેથી બે લાખ રૂપિયા વ્યાજે લીધા હતાં. તેમજ 35 લાખ ધંધામાં રોકાણ માટે લીધા હતા અને સમયસર વ્યાજ પણ આપતો હતો. ઉપરાંત તેણે યજ્ઞરાજ નનકુ બસિયા પાસેથી દોઢ લાખ તેમજ અન્ય લોકો પાસેથી વ્યાજે લીધા હતાં. દોઢ લાખના બદલામાં ઈનોવા ગાડી છ મહિના પહેલા યજ્ઞરાજને આપી હોય તે ગાડી સંજયસિંહ ઝાલા નામના વ્યક્તિ ચલાવતો હોય વિવેકે બે લાખ ઉછીના હોય જે બાબતે તેની સામે છેતરપીંડીની ફરિયાદ પણ થઈ હતી. અને યુનિવર્સિટી પીલોસે તેની ધરપકડ પણ કરી હતી. આ ઘટનામાં આરોપી તરીકે જેનું નામ આપ્યું છે તે પ્રશાંત બળવંત વોરા, વિવેકનો સાઢુભાઈ છે. પ્રશાંતને તેની પત્ની ક્રિષ્ના સાથે મનદુખ ચાલતું હોય જેથી છુટાછેડા કરાવવા માટે પ્રશાંતે તેની સાળી ક્રિષ્નાની મદદ કરતા પ્રશાંત અને વિવેક વચ્ચે મનદુખ થયું હતું.
ઉઘરાણી કરતા વ્યાજખોરોના ડરથી વિવેક છેલ્લા ઘણા વખતથી રાજકોટ ઉપરાંત અમરેલી, જૂનાગઢ સહિતના શહેરોમાં આસરો મળવતો હતો. ગત તા. 9 જૂનના રોજ તે સાયલાના સુદામડામાં રહેતા તેના મિત્ર રાજેન્દ્ર જગુભાઈ ખવડને ત્યાં વાડીએ રહેવા આવ્યો હતો. અને છેલ્લા 10 દિવસથી ત્યાં આસરો મેળવ્યો હોય બે દિવસ પૂર્વે 19 જૂનના રોજ વિવેક સાયલાના જસાપર ચોકડી પાસે હતો ત્યારે ઈનોવા કારમાં દેવેન્દ્રસિંહ, યજ્ઞરાજ બસિયા અને સાઢુભાઈ પ્રશાંત તેમજ તેના મિત્ર નિખિલ મોતી ચાવડાએ અપહરણ કરી લીધું હતું. અને રસ્તામાં પ્રશાંતના ભાઈ ગૌતમને ફોન કરતા ગૌતમ, યોગેશ, સોહિલ સ્કોર્પિયો લઈને રસ્તામાં ભેગા થયા હતાં. વિવેકનું અપહરણ કરીને સાયલાથી રાજકોટ તરફ લાવવામાં આવતો હતો ત્યારે આ મામલે વિવેકના મિત્ર રાજેન્દ્ર ખવડે સુરેન્દ્રનગર પોલીસને જાણ કરતા સુરેન્દ્રનગર પોલીસ અપહરણ કારોનો પીછો કરી રહી હતી ત્યારે તે વાતની જાણ થતાં વાંકાનેર બાઉન્ડ્રી નજીક આવેલ સહયોગ હોટલના ગ્રાઉન્ડમાં વિવેકને ઉતારી તેને બેફામ મારમારી ટોળકી ભાગી ગઈ હતી. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ઈનોવા કાર સાથે પ્રશાંત વોરા અને નિખિલ ચાવડાને સકંજામાં લઈ અન્યની શોધખોળ શરૂ કરી છે.

રિલેટેડ ન્યૂઝ