રાજકોટમાં જનેતાએ કામ મુદ્દે ઠપકો આપતા પુત્રએ ફિનાઈલ પીધું

શ્રમિક યુવાને આપધાતનો પ્રયાસ કરતા સારવારમાં ખસેડાયો

શહેરમાં ચુનારાવાડ વિસ્તારમાં રહેતા યુવકને માતાએ કામ બાબતે ઠપકો આપતા યુવકને માઠુ લાગી આવ્યું હતું અને આવેશમાં આવેલા પુત્રએ ફિનાઈલ પી લીધું હતું. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ચુનારાવાડ વિસ્તારમાં રહેતા સંજય મહેશભાઈ પરમાર નામનો 27 વર્ષનો યુવાન રાત્રિના દસેક વાગ્યાના અરસામાં ચુનારાવાડ વિસ્તારમાં હતો ત્યારે ફિનાઈલ પી લીધું હતું યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરતાં થોરાળા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પ્રાથમિક પૂછપરછમાં સંજય પરમાર કારખાનામાં કામ કરી પરિવારને આર્થિક મદદ કરે છે પરંતુ થોડા સમયથી કામ ધંધો કરતો નહીં હોવાથી માતા દમયંતીબેન પરમારે કામ બાબતે ઠપકો આપ્યો હતો. માતાના ઠપકાથી માઠું લાગી આવતા સંજય પરમારે ફી ાઇલ પી લીધું હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં કોઠારીયા રોડ ઉપર આવેલ તિરુપતિ શેરી નંબર 2 માં રહેતા જયસિંગ ઉમેદસિંગ રાજવત નામના 31 વર્ષના યુવાને રાત્રીના બારેક વાગ્યાના અરસામાં કોઈ અગમ્ય કારણસર જ્વલનશીલ પ્રવાહી પી લીધું હતું. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ