રાજકોટના વાછકપર (બેડી) ગ્રામ પંચાયતના પ્યુને ગળેફાંસો ખાઈ જિંદગીથી છેડો ફાડયો

આપઘાતનું કારણ અકબંધ: બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવાર શોકમાં ગરકાવ

શહેરની ભાગોળે મોરબી રોડ પર આવેલા વાછકપર (બેડી) ગામે ગ્રામ પંચાયતમાં પ્યુન તરીકે ફરજ બજાવતા પ્રૌઢે અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારજનોમાં ગમગીની છવાઈ જવા પામી છે.
વાછકપર (બેડી) ગામે રહેતા પ્રભુદાસ અમૃતલાલ સોંલકી (ઉ.60)નામના પ્રૌઢે આજે સવારે પોતાના ઘરે છતના હુકમાં દોરડુ બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા કુવાડવા રોડ પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.
પ્રાથમિક તપાસમાં મૃતક ચાર ભાઈ બે બહેનમાં વચેટ હતા. તેઓ ગ્રામપંચાયતમાં પ્યુન તરીકે નોકરી કરતા હતા. તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવનું જાણવા મળ્યું છે. તેમણે આપઘાત શા માટે કરી લીધો? તે અંગે પરિવારજનો પણ અજાણ હોય પોલીસે આપઘાતનું કારણ જાણવા તપાસનો દોર લંબાવ્યો છે.

રિલેટેડ ન્યૂઝ