રાજકોટમાં બદ્રીનાથ મહાદેવ મંદિરના મહંત ઉપર હુમલો કરનાર ત્રિપુટી વિરુદ્ધ અંતે નોંધાતો ગુનો

પોલીસ કાર્યવાહી નહિ કરતી હોવાના આક્ષેપ સાથે જીવતા સમાધિ લેવાની જાહેરાત બાદ પોલીસ દોડતી થઈ

રાજકોટમાં લાલપરી નદીના કાંઠે આવેલા હરિહર આશ્રમમાં રહેતા અને સેવાપુજા કરતાં સુરજદાસ ગુરુ નિરવૈયદાસજી (ઉ.વ.80) ગઈ તા.3નાં આશ્રમમાં હતા ત્યારે સાહિલ અને તેની સાથેના બે અજાણ્યા ચેઈન વડે હુમલો કરી ઈજા કર્યાની બી-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે
સુરજદાસે ફરિયાદમાં જણાવ્યું કામ પતલુ સવ ચાથમ માં ટ્રાકટર ભરતભાઈ માળી અને તેના કારીગર આરોપી સાહિલ અને અજાણ્યા કારીગર કે જે કામ કરતા હતા.તેની પાસે ઉભા હતા.આ સમયે તેણે આરોપી સાહિલને દિવાલની એક નાની પાળી કરવાનું કહ્યું હતું.
જે બાબતે આરોપીએ આ કામ બાબતે મારા કોન્ટ્રાકટરને પૂછવું પડશે તેવો જવાબ આપ્યો હતો. જેથી તેણે કામ બાબતે શું પૂછવાનું, આપણે તો સુત્ર કામ કરવાનું જ છે કહેતા
સાથેના અજાણ્યા શખ્સે પાવડા અને ચેઈન વડે હમલો કર્યો હતો. આથી તેણે દોડીને આશ્રમની અંદર જઈ બાસા બંધી છે આસો ત્રીજો ઘસી આવ્યો હતો અને ત્રણેય આરોપીઓએ દરવાજો તોડી તેને ઢીકાપાટુનો બેફામ માર મારતા બેભાન થઈ જતા આરોપીઓ ત્યાંથી ભાગી ગયા હતા.
થોડીવાર પછી તેના સેવા ભક્ત ત્યાં આવતા 108માં તેને સિવિલમાં ખસેડયા હતા. જયાંથી સારવર લઈ તે આશ્રમે જતા રહ્યા બાદ બી ડિવિઝન પોલીસમાં પીએસઆઈ શેખ અને સ્ટાફે ફરિયાદને આધારે તપાસ શરૂ કરી છે.

રિલેટેડ ન્યૂઝ