રાજકોટ જિલ્લામાં કરાર આધારિત કાયદા સલાહકારની નિયુક્તિ માટે અરજી મગાવાઈ

સરકાર સામે દાખલ કરવામાં આવતા કોર્ટકેસ કે સરકાર તરફથી દાખલ કરવામાં આવતા કેસોમાં વિવિધ કોર્ટ કક્ષાએ સંબંધિત એડવોકેટ સાથે સંકલન પેરાવાઈઝ રિમાર્ક્સ વગેરેની કાયદાકીય કામગીરી માટે, રૂ.60 હજાર એકત્રિત રકમથી એડહોક ધોરણે, રાજકોટ જિલ્લા માટે 11 માસની મુદ્દત માટે કરાર આધારિત કાયદા સલાહકારની નિયુક્તિ માટે અરજીઓ મગાવવામાં આવી છે. રાજકોટ કલેક્ટર કચેરીને તા. 28 જૂન સુધીમાં આ અરજીઓ મળી જાય તે રીતે મોકલવાની રહેશે. સમયમર્યાદા પછી મળેલી અરજી ધ્યાને લેવાશે નહીં. 50 વર્ષથી ઓછી ઉંમરના, લોની ડીગ્રી કે એચ.એસ.સી. પછી લો વિથ ફાઈવ યરનો કોર્સ કરેલો હોય, કમ્પ્યુટર કૌશલ્ય પરીક્ષા પાસ કરેલી હોય, ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજી ભાષાનું જ્ઞાન ધરાવતા હોય, ગુજરાતીમાંથી અંગ્રેજી કે અંગ્રેજીમાંથી ગુજરાતી ભાષાંતર કરી શકતા હોય, પાંચ વર્ષની વકીલાતનો અનુભવ ધરાવતા હોય અને ઉપર્યુક્ત ભાષા તથા અનુભવનું સંબંધિત કોર્ટના પ્રિન્સિપાલ જ્યુડિશિયલ ઓફિસરનું પ્રમાણપત્ર ધરાવતા હોય, તેઓ પુરાવા સાથે અરજી કરી શકશે. જિલ્લા મેજિસ્ટ્રેટ તથા કલેક્ટરની કચેરીની મેજિસટ્રેરીયલ શાખામાંથી અરજી ફોર્મ સહિતની વિગતો પ્રાપ્ત થઈ શકશે.

રિલેટેડ ન્યૂઝ