ગોંડલના બંધીયામાં જમીનના વિવાદમાં બે પરિવાર વચ્ચે મારામારી: સામસામી ફરીયાદ

જયાબેન સોજીત્રાએ લાલજી, પરેશ અને જેવીન સામે તથા સામાપક્ષે જેવીન મકવાણાએ છગન, મનસુખ, ભુપત સહીત ચાર સામે ફરીયાદ નોંધાવી

ગોંડલ નાં બંધિયા ગામ પાસે વારસાઇની જમીનના વિવાદમાં બે પરિવાર વચ્ચે મારામારી થતા સામસામી ફરીયાદ થઈ છે.
પ્રાપ્ત વિગત મુજબ બંધીયા ગામમાં રહેતા જયાબેન છગનભાઈ સોજીત્રા (ઉ.વ.62ાએ ગોંડલતાલુકા પોલીસ મથકમાં લાલજી કેશવજીભાઈ મકવાણા, પરેશ લાલજી મકવાણા, જેવીન કેશવભાઈ મકવાણા સામે ફરીયાદ નોંધી છે.જયાબેને ફરીયાદમાં જણાવ્યું છે કે, ગામ પાસે આવેલી પોતાની વારસાઈ ની જમીનમાં આરોપીઓએ દબાણ કરેલ હોય
તે બાબતે કોર્ટમાં કેસ ચાલી જતા પોતે કેસ જીતી જતા તે આરોપીઓને સારૂ ન લાગતા પોતાની તથા પરિવારના સભ્યો સાથે બોલાચાલી કરી ઢીકાપાટુનો માર મારી પથ્થરના ઘા કરી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જયારે સામાપક્ષે જેવીન પરેશભાઈ મકવાણાએ ગામમાં રહેતા છગન બચુભાઈ સોજીત્રા, મનસુખ બચુભાઈ સોજીત્રા, ભુપત બચુભાઈ સોજીત્રા અને તેની પત્ની સામે ફરીયાદ નોંધાવી છે. જેવીને ફરીયાદમાં જણાવ્યું છે કે પોતે માતા-પિતા સહિત પરિવાર સાથે રહે છે. પોતાની અને આરોપીઓની જમીન બાજુબાજુમાં હોઇ અને આરોપીઓએ વિવાદીત જમીનમાં ખોદકામ કરી લેતા જે બાબતે પોતે તેને ના પાડતા આરોપીઓને સારૂ ન લાગતા ઉશ્કેરાઇ જઈ ચારેય શખ્સોએ ગાળો આપી ઢીકા- પાટુનો માર મારી કોદાળી વડે હુમલો કરી ઈજા કરી હતી. આ અંગે ગોંડલ તાલુકા પોલીસે બંને પક્ષની સામસામી ફરીયાદ દાખલ કરી હેડ કોન્સ. પ્રતાપસિંહે તપાસ હાથ ધરી છે

રિલેટેડ ન્યૂઝ