ગોંડલના લુણીવાવ નજીક રેઢી પડેલી ઇકો કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો

રૂ.4,51,800 નો મુદ્દામાલ જપ્ત કરતી તાલુકા પોલીસ

ગોંડલ તાલુકા પોલીસે ગત રાત્રીનાં લુણીવાવ નજીક બિનવારસી પડેલી ઇકો કાર માંથી રુ.1,51,800 ની કિંમત ની વિદેશી દારુની 480 બોટલ સાથે કુલ રુ.4,51,800 નો મુદ્દામાલ કબ્જે કરી કાર ચાલક ની શોધખોળ શરુ કરી છે. પ્રાપ્ત વિગત મુજબ તાલુકા પીએસઆઇ આર.જે.જાડેજા નાં માર્ગદર્શન હેઠળ પો.કોન્સ.રુપકભાઇ બહોરા,રવિરાજસિહ વાળા,રણજીતભાઈ ધાધલ સહિત પેટ્રોલીંગ માં હતા ત્યારે ઉમવાડા લુણીવાવ રોડ પર છાપરવડી ડેમની ઓફિસ સામે સરકારી ખરાબાની જગ્યા માં દારુની હેરાફેરી થતી હોવાની બાતમી મળતા હે.કોન્સ.મયુરધ્વજસિહ રાણા,સંજયભાઈ મકવાણા,રાજદેવસિહ ચુડાસમા,જયસુખભાઇ જીંજાળા સહીતે તપાસ કરતા બિનવારસી ઇકો કાર પડી હોય ચેક કરતા વિદેશી દારુનો જથ્થો મળી આવતા કબ્જે કરી કાર ચાલક ની શોધખોળ શરુ કરી તપાસ હાથ ધરીછે.

રિલેટેડ ન્યૂઝ