મેફેડ્રોનના જથ્થા સાથે ઝડપાયેલા કુખ્યાત શખ્સના જામીન મંજુર કરતી અદાલત

બેડી પાસેથી માતા-પુત્ર સહિત ચાર આરોપીને રિક્ષા સાથે 6.46 ગ્રામ માદક પદાર્થ સાથે ઝડપી લીધા’તા

અગાઉ ડ્રગ્સ કેસમાં પકડાયેલા કુખ્યાત આરોપી મયુર ધામેલીયાને 9.49 ગ્રામ એમ. ડી. ડ્રગ્સ વેચાણ કરવાના વધુ એક કેસમાં જામીન ઉપર મુક્ત કરવા કોર્ટે હુકમ કર્યો છે.
આ કેસની હકિકત અગાઉ ડ્રગ્સના કેસમાં પકડાયેલ સુધાબેન અને તેનો દિકરો મયુર મોરબી રોડ ઉપર બેડી ગામ પાસે માદક પદાર્થના જથ્થા સાથે નીકળવાના હોવાની બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવતા રાજકોટથી મોરબી તરફ આવી રહેલી એક સી.એન.જી. રીક્ષાને કોર્ડન કરી સુધાબેન સુનીલભાઈ ધામેલીયા, મયુર સુનીલભાઈ ધામેલીયા, સચીન પ્રવિણભાઈ વોરા અને ધર્મેશ પરેશભાઈ ડાભીને 6.46 ગ્રામ મેફેડ્રોનના જથ્થા સાથે ઝડપી લીધા હતા. જેલ હવાલે રહેલા આરોપી મયુર સુનિલભાઈ ધામેલીયાએ જામીન મુક્ત થતા સેસન્સ અદાલતમાં જામીન અરજી કરી હતી. જે જામીન અરજી ચાલી જતા બંને પક્ષની રજુઆત બાદ આરોપીના બચાવ પક્ષે રોકાયેલા વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને રજૂ રાખેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લો સેસન્સ કોર્ટ દ્વારા આરોપીને શરતી જામીન ઉપર મુકત કરવા હુકમ ફરમાવ્યો છે.
આ કેસમાં આરોપી વતી રાજકોટના યુવા એડવોકેટ હર્ષ રોહીતભાઈ ઘીયા, જૈમીન જરીયા અને મદદમાં રીધ્ધીબેન ખંધેડીયા રોકાયા હતા.

રિલેટેડ ન્યૂઝ