રણછોડદાસજી બાપુ આશ્રમ ખાતે નવરાત્રીમાં રામ ચરિત માનસના પાઠ

સદ્દગુરુદેવ ભગવાન રણછોડદાસજી બાપુ એ રામચરિતમાનસજીનાં પાઠ નું ખુબજ હત્વ બતાવ્યુ છે, તેઓ સર્વ ભકતનોને રામચરિતમાનસજીપાઠ કરવા આજ્ઞા કરતા અને કહેતા કે,”શ્રી રામાયણજી (માનસજી) ધર્મગ્રંથ પઢતે હો તો આપકા કોઈ ત્રિકાલમેં ભી અનર્થ નહી કર સકતા, યહ ધ્રુવ હૈ.” શ્રી રામાયણજીમેં બહત હી સામર્થય હૈ, આપનાં જીવનમાં અનેક સમસ્યાઓ આવે છે, અને કષ્ટ સહન કરવું પડે છે,પરંતુ તમે જો શ્રી રામચરિતમાનસજી પાઠ કરતા હશો તો તમારૂૂ કયારેય અકલ્યાણ નહી થાય અને રામાયણજીનાં પાઠ કરવાથી અનિષ્ટ પણ રોકાય જશે, શ્રી રામાયણજીમાં તમારા સર્વ દૂ:ખોને દુર કરવાની સામર્થ્યતા છે., માટે આપ સર્વ આ શ્રી રામચરિતમાનસજીનાં 1 ફળ મળશે. કરશો તો તમને પાઠનું ખૂબજ સારૂૂ આમ ઉપરોકત ગુરૂૂદેવનાં વચનોને સાર્થક કરીને શ્રી સદ્ગુરુ સદન ટ્રસ્ટ(પ.પૂ.શ્રી રણછોડદાસજીબાપુ આશ્રમ) ખાતે ચારેય નવરાત્રિનાં પાઠ સમગ્ર સૃષ્ટિ માનવજાતનાં કલ્યાણ માટે કરવામાં આવે છે,જેમાં આશ્રમ દ્વારા આસો માસ નવરાત્રિ,ચૈત્રમાસ નવરાત્રિ તથા મહામાસ (ગુપ્ત નવરાત્રિ),અષાઢ માસ(ગુપ્ત નવરાત્રિ)માં શ્રી રામચરિતમાનસજીપાઠ કરવામાં આવે છે,આ પાઠ કરવા ભારતભરમાથી 500 થી 700 સંતોની પધરામણી થાય છે,આ પધારેલ સંત ભગવાનને દરરોજ બાલભોગ,બપોરે ભંડારો તથા સાંજે દુધ સાથે રાત્રિનું ભોજન આપવામાં આવે છે. આપ સર્વ ધર્મપ્રેમીભાઈબહેન ો આ ચારેય નવરાત્રિમાં અવશ્ર્ય શ્રી રામચરિતમાનસજીનાં પાઠ કરવા સદ્ગુરુ સદન ટ્રસ્ટ(રણછોડદાસજીબાપુ આશ્રમ) આપને હાર્દિક વિનંતી કરે છે, કારણ કે આ પાઠ કરવાથી આપ સૌનું કલ્યાણ જ કલ્યાણ થાય છે,અને ાવનારી આપત્તિઓ પણ મોટી હાની કર્યા વગર નિકળી જાય છે. સદગુરુદેવ ભગવાન રણછોડદાસજીબાપુએ કહ્યુ કે, ’તમે બધા ભકતો જો સાધન,ભજન તથા શ્રી રામચરિતમાનસજીનાં પાઠ નિયમ પૂર્વક કરશો તો તમારુ ભાગ્ય બદલાવની જવાબદારી મારી ’ ગુરૂદેવના આ અટલ વચનો શ્રી રામચરિતમાનસજીના પાઠ કરવા આજ્ઞા કરે છે. ગુરૂૂદેવની આજ્ઞા અને આદેશ માનીને આપણે સૌએ શ્રી રામચરિતમાનસજીનાં પાઠ કરવા જોઈએ,આપણે આશ્રમ દ્વારા જ ચારેય નવરાત્રિમાં શ્રી રામાયણજીનાં પાઠ કરવામાં આવે છે,અને આશ્રમમાં તો ગુરૂૂદેવ સદૈવ બિરાજમાન છે,માટે જો આશ્રમમાં શ્રી રામચરિતમાનસજીનાં પાઠ કરવામાં આવે અને ગુરૂૂદેવને સંભળાવામાં આવે તો તેઓ બહુજ પ્રસન્ન થાય, માટે શ્રી રામચરિતમાનસજીનાં પાઠ કરવા અવશ્ર્ય આશ્રમમાં આવીએ અને પાઠ કરીએ,અત્યારે અષાઢ માસની ગુપ્ત નવરાત્રિમાં 400 સંત ભગવાની હાજરીમાં શ્રી રામચરિતમાનસજીનાં પાઠ ચાલુ જ છે,તો અત્યારે પણ અચુક સમયનો સદ્ઉપયોગ કરીને આ શ્રી રામચરિતમાનસજીનાં પાઠમાં જોડાવવા અપીલ કરાઇ છે. વધુ માહિતી માટે 95863 08178 સંપર્ક કરવો.

રિલેટેડ ન્યૂઝ