શુક્રવારે આરઓ મીટીંગ ધાર્મિક દબાણના આંકડા રજુ કરાશે

રાજકોટ શહેર જિલ્લામાં સરકારી જમીનો પર મોટાપાયે ધાર્મિક દબાણો કરવામાં આવ્યા હોવાનું રાજ્ય સરકારના ધ્યાન પર આવતા ધાર્મિક દબાણોનો અહેવાલ મગાવવામાં આવ્યો છે. ત્યારે શુક્રવારે 12 જૂલાઈના રોજ મળનાર આર.ઓ. બેઠકના રાજકોટ શહેર જિલ્લામાં સરકારી જમીન પર થયેલા ધાર્મિક દબાણો અંગેના આંકડા રજૂ કરવામાં આવશે. જે રાજ્ય સરકારને મોકલી આપવામાં આવશે. રાજકોટના કલેક્ટર પ્રભવ જોષીના અધ્યક્ષ સ્થાને શુક્રવારે સવારે આર.ઓ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે બપોર બાદ લેન્ડગ્રેબીંગ કમીટીની બેઠક મળશે જેમાં 52 જેટલા કેસોની સમીક્ષા કરવામાં આવશે. અને ત્યાર બાદ રાજકોટ જિલ્લાના લો એન્ડ ઓર્ડર બાબતની પણ કલેક્ટરે બેઠક બોલાવી છે. વધુમાં જાણવા મળ્યા પ્રમાણે રાજકોટના જનસેવા કેન્દ્રમાં આધાર કાર્ડ કેન્દ્ર શરૂ કરવા કેન્દ્ર સરકાર પાસે માંગણી કરવામા આવી હતી. પરંતુ કેન્દ્ર સરકારે રાજકોટના જનસેવા કેન્દ્રમાં આધારકાર્ડ કેન્દ્રની જરૂર છે કે કેમ તે અંગે ફરી પૂછાણ કરવામાં આવ્યું છે. જો જનસેવા કેન્દ્રમાં આધારકાર્ડ કેન્દ્રની જરૂરિયાત ન હોય તો અન્ય તાલુકામાં જ્યાં આધારકાર્ડ કેન્દ્ર નથી ત્યાં કીટ આપીને આધારકાર્ડ કેન્દ્ર શરૂ કરવામાં આવશે. તેમ જાણવા મળેલ છે.

રિલેટેડ ન્યૂઝ