શાપરમાં પરિણીતાએ ગળેફાંસો ખાઈ કર્યો આપઘાતનો પ્રયાસ

થોરાળા અને સદરમાં બે યુવાને ફિનાઈલ પી લેતા તબિયત લથડી

શાપરમાં આવેલા અંજલીવિલાનગરમાં રહેતી પરિણીતાએ કોઈ અગમ્ય કારણસર ગળેફાંસો ખાય આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરિણીતાને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શાપર વેરાવળમાં આવેલા અંજલીવિલાનગરમાં રહેતી ઉમાબેન ભાવેશભાઈ બારૈયા નામની 24 વર્ષની પરિણીતા બપોરના સાડા ત્રણેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતી ત્યારે કોઈ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઈ લીધો હતો પરિણીતાને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
આ ઉપરાંત અન્ય બનાવમાં થોરાળામાં રહેતા ગૌરવ પ્રવીણભાઈ ખીમસુરીયા (ઉ.વ.25) અને સદર બજારમાં રહેતા હાર્દિક પ્રફુલભાઈ શિંગાળા (ઉ.વ.20) એ કોઈ અગમ્ય કારણસર પોત પોતાના ઘરે ફિનાઈલ પી લીધું હતું બંને યુવકને ઝેરી અસર થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ