ગોંડલ: ગૌમાતા પોષણ યોજનામાં મળતી સહાયમાં વધારો આવેદન

ગોંડલ શહેર તાલુકા ગૌસેવા સમિતિ દ્વારા ગુજરાત સરકાર દ્વારા ગૌમાતા પોષણ યોજના હેઠળ સરકાર દ્વારા અપાતી પશુ ડીથ રૂ 30 મળે છે જે અપૂરતા હોવાથી રૂ .100 કરી આપવા માંગણી કરતું આવેદન પત્ર ધારાસભ્ય તથા મામલતદાર ને અપાયુંહતુ.
ગોંડલ ની અગ્રણી ગૌસેવા સંસ્થાઓ રામગરબપુ ગૌસેવા ટ્રસ્ટ ના જયકરભાઈ જીવરાજાની, કિશોર યુવક ગૌસેવા ટ્રસ્ટ ના ગોપાલભાઈ ટોળીય , ગૌમાંડળ ગૌસેવા ટ્રસ્ટ ના ગોરધન ભાઈ પરડવા બાપા સીતારામ ટ્રસ્ટ ના રાજભા ગુંદાળા ઉપરાંત રામજી મંદિર ટ્રસ્ટ જેવી અનેક અગ્રણી સંસ્થાઓ દ્વારા ધારાસભ્ય ગીતાબા જાડેજા,મામલતદાર ભટ્ટ ને આવેદનપત્ર આપી રજૂઆત માં જણાવ્યું કે
હાલ અસહ્ય મોંઘવારી હોય ત્યારે લીલોચારો 120 રૂ માં 20 કિલો સુકોચારો 200 રૂ ગોળ ખોળ 1000-1500 જેવો ભાવ છે. આ ભાવ ને જોઈ તો પશુદીઠ દરરોજ આશરે 1.5 થી 2 મણ ખવડાવું પડે જેનો ખર્ચ આશરે 200 જેવો આવે છે. ઉપરાંત સફાઈ ખર્ચ વાહન ખર્ચ, દવા ખર્ચ અલગ થાય છે.આ સમસ્યા માત્ર ગોંડલ તાલુકા નહિ પરંતુ સમગ્ર ગુજરાત રાજ્ય ની ગૌશાળા પાંજરાપોળ ની છે. રખડતા ઢોરો ને સંસ્થા ને સોંપવામાં આવે છે પરંતુ તેના દેખરેખ માટે જે સુવિધા અને ખર્ચ થાય તેના પર પૂરતું ધ્યાન રાખવું જરૂરી છે તેથી વેહલી તકે અન્ય રાજ્ય ની જેમ ગુજરાત માં પણ દરેક ગૌશાળા ની આ માંગ પશુ દિઠ કમસેકમ 100 રૂ. જેટલી રકમ સબસિડી આપવા રજૂઆત કરવામાં આવી હતુ.ઉપરાંત મુખ્યમંત્રી સહિત ઉચ્ચ કક્ષાએ પણ રજુઆત કરાઇ છે.

રિલેટેડ ન્યૂઝ