માતા સાથે મોસાળમાં સાતમ-આઠમ કરવા આવેલા 7 માસના માસૂમને મોતનો ભેટો

જામકંડોરણાના બોરિયા ગામની ઘટના: એકના એક પુત્રનું આંચકી ઉપડતા મોત; પરિવારમાં કલ્પાંત

સુરતમાં રહેતી પરિણીતા પોતાના સાત માસના માસુમ બાળકને લઈને જામકંડોરણાના બોરીયા ગામે માવતરમાં સાતમ આઠમનો તહેવાર કરવા આવી હતી. મોસાળમાં માતા સાથે આવેલા સાત માસના માસુમ બાળકનું આચકીની બિમારી સબબ મોત નિપજતાં પરિવારમાં કરૂણ કલ્પાંત સર્જાયો હતો.આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, સુરતના સિમાણી ગામે કુબેરનગર સોસાયટીમાં રહેતી વૈભવીબેન વિનોદભાઈ વોરા નામની પરિણીતા પોતાના સાત માસના પુત્ર સહજ વોરા સાથે જામકંડોરણાના બોરીયા ગામે રહેતા માવતરના ઘરે સાતમ આઠમનો તહેવાર કરવા આવી હતી તે દરમિયાન માસુમ સહજ વોરાને આંચકી ઉપડતાં તાત્કાલીક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. પ્રાથમિક પુછપરછમાં મૃતક સુરજ વોરા તેના માતા પિતાને આધાર સ્થંભ એકનો એક પુત્ર હતો અને તેનું આચકીની બિમારી સબબ મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ