રાજકોટમાં યુવાને ગળેફાંસો ખાઈ જિંદગીથી છેડો ફાડયો

પત્ની ઘરે આવી ત્યારે પતિ લટકતો જોવા મળતા ગમગીની

રાજકોટ જેલની પાછળ રૂખડીયાપરામાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.મળતી વિગત મુજબ રૂખડીયાપરામાં રહેતા રમેશભાઈ રઘુભાઈ દુધકીયા (ઉ.વ.42)એ ગઈકાલે પોતાના ઘરે પંખા સાથે ચુંદડી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. પત્ની ઘરે આવતા પતિને લટકતી હાલતમાં જોવા મળતા દેકારો બોલાવતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા બાદ કોઈએ 108માં જાણ કરતા 108ની ટીમે સ્થળ પર પહોંચી ઈએમટી રાજેશભાઈ પાલીયાએ તપાસ કરતા યુવાનનું મૃત્યુ નિપજ્યું હોવાનું જણાતા પોલીસને જાણ કરી હતી. જાણ થતા પ્ર.નગર પોલીસ મથકના પી.એસ.આઈ. કે.એસ. ભગોરા સહિતે સ્થળ પર પહોંચી તપાસ હાથધરી હતી. મૃતક રમેશભાઈ ડ્રાઇવીંગ કરતા હતા. તેને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. તેણે કયા કારણોસર આ પગલું ભર્યું તે અંગેનું કારણ જાણવા પોલીસે તપાસ હાથધરી છે.

રિલેટેડ ન્યૂઝ