રાજકોટમાં રિસામણે બેઠેલી પરિણીતાએ મધ્યપ્રદેશ સ્થિત તબીબ પતિ વિરુદ્ધ ખાધા ખોરાકીની અરજી કરી’તી
શહેરના ભગવતીપરા વિસ્તારમાં માવતરના ઘરે રિસામણે રહેલી પરણીતા અને તેની સગીર પુત્રીને ભરણ પોષણ, ઘરભાડું અને ઈલેક્ટ્રીક બિલ મળી રૂપિયા 15,000 ચૂકવવા મધ્યપ્રદેશ સ્થિત તબીબે ચૂકવવા અદાલતે હુકમ કર્યો છે.આ કેસની હકીકત મુજબ મધ્યપ્રદેશના સતના જિલ્લામાં રહેતા અને મેડિકલ પ્રેક્ટિસ કરતા પ્રકાશ ભાનુ રામેશ્વર પ્રસાદ નામના યુવક સાથે રાજકોટ શહેરના ભગવતી પરામાં રહેતી દર્શનાબેન નામની યુવતીના વર્ષ 2011માં જ્ઞાતિનારિત રિવાજ મુજબ લગ્ન થયા હતા. લગ્નજીવન દરમિયાન દંપતીને બે પુત્રી નો જન્મ થયો હતો .બાદ પુત્રીઓની સાર સંભાળ રાખતા ન હતા. તું ગમતી નથી હવે મારે બીજી કરવી છે અને તને ગતાગમ પડતી નથી. સાસુ,સસરા, જેઠ ,જેઠાણી અને નણંદ દ્વારા ત્રાસ આપતા અને ભૂતપ્રેત દોરા ધાગા તાંત્રિક વિધિ તેઓ માનતા હોય આથી ત્રાસ આપી મારકુટ કરતા પરણીતા દર્શનાબેન બંને સગીર પુત્રી સાથે પોતાના માવતરએ પરત કરી હતી. ઘરેલુ હિંસા હેઠળ ફરિયાદ કરી ભરણ પોષણની રકમ મેળવવા ડોમેસ્ટિક વાયોલન્સ એકટ મુજબ સને:2022 માં કોર્ટમાં અરજી દાખલ કરેલ. અને આક્ષેપો કરેલ અને સામાવાળા ડોકટર પતિ દરરોજ રાત્રે દારૂ પી ને ઘરે આવીને ખૂબ જ મારકુટ કરતા બન્ને સગીર પુત્રી સાથે ઓરમાયું વર્તન કરતા. ઘરમાં કંઈ ચીજવસ્તુઓ આપતા નહી. આંગણવાડીમાંથી લઈ આવવાનું કહેતા. ડોકટર પ્રખ્યાત કામધેનુ કલીનીક ચલાવે છે તમામ રજુઆતો ધ્યાને લઈ, જયુડી. મેજી. ઠાકર જજ અરજદારની અરજી મંજુર કરી છે અને અરજદાર તથા બન્ને સગીર પુત્રીના ભરણ પોષણના માસિક રૂા.12,000/- તથા રૂા.3,000/- ઘરભાડુ તથા ઈલેકટ્રીક બીલ આમ કુલ રૂા. 15,000/- ચુકવવાનો હુકમ કરેલ છે. માનસિક ત્રાસ પેટે રૂા.50,000/- વળતરના રૂપે ચુકવવાનો હુકમ કરેલ છે. વચગાળાના તબકકાના હુકમ મુજબ રકમ ભરેલ ન હોય જેથી પતિદેવ જેલ સજા પણ ભોગવી આવેલ છે.આ કામમાં દર્શનાબેન પ્રકાશભાનુ વતી રાજકોટના ધારાશાસ્ત્રી હર્ષદકુમાર એસ. માણેક, સોનલ બી. ગોંડલીયા, હેતલબેન ગોહેલ, તથા જાગૃતિબેન કેલૈયા રોકાયેલ છે.