ગોંડલ હાડકાધાર વિસ્તારમાં દુર્ગંધના પ્રશ્ર્ને લોકોએ પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપ્યું

દસ દિવસમાં યોગ્ય નિરાકરણ નહીં આવે તો ગાંધી ચીંધ્યા રાહે આંદોલનની ચીમકી અપાઇ

ગોંડલ ના ઘોઘાવદર રોડ ઉપર આવેલા હાડકા ધાર વિસ્તાર જ્યાં મૃત પશુઓના વિછેદનોની ક્રિયા કરવામાં આવતી હોય પરિણામે ઉદ્ભવતી ગંદકી અને દુર્ગંધ માથા ફાડ હોય આસપાસના લતાવાસીઓ તથા કારખાનેદાર વેપારીઓ દ્વારા ચિફ ઓફિસર તથા પ્રાંત અધિકારીને રોષભેર આવેદનપત્ર પાઠવી યોગ્ય કરવા અન્યથા આંદોલન ની ચિમકી અપાઇ છે.પ્રાપ્ત વિગતો મુજબ ઘોઘાવદર રોડ પર હાડકાધાર વિસ્તાર ને કારણે લોકો પરેશાન બન્યા છે.અહી મૃતક પશુઓ નાં વિચ્વીછેદન કરાતા હોય હાડકા નાં ઢગ પડ્યા હોય છે. જેને કારણે ભયંકર દુર્ગંધ ફેલાય છે. દુર્ગંધ થી ત્રસ્ત બનેલા આ વિસ્તાર નાં રહીશો અને વેપારીઓ પ્રાંત કચેરી તથા નગરપાલિકાએ દોડી ઉઠ્યા હતા.ધીરુભાઈ ગજેરા,વી.પી.ઝાલા સહિતના એ આવેદનપત્ર માં જણાવ્યું હતું કે ઘોઘાવદર રોડ પરથી પસાર થવું પણ દુષ્કર બન્યું છે મૃત પશુઓના વિછેદન બાદ ભયંકર દુર્ગંધ 24 કલાક ફેલાઈ રહી છે પરિણામે અહીંના ધંધા રોજગાર ઠપ્પ થઈ જવા પામ્યા છે.દુર્ગંધ ને કારણે કારખાનાઓ માં મજુરો પણ ટકતા નથી .તાકીદે આ પ્રશ્નનું નિરાકરણ લાવવું જરૂરી છે અન્યથા દસ દિવસ બાદ ગાંધીચિંધિયા રહે આંદોલન છેડવામાં આવશે જેની સંપૂર્ણ જવાબદારી સરકારી તંત્રની રહેશે તેવું જણાવ્યું હતુંવધુમાં હાડકા ધારે મૃત પશુઓના વિચ્છેદનની પ્રવૃત્તિને અટકાવવા માટે ગુજરાત હાઈકોર્ટમાં ઈંઙક દાખલ કરવામાં આવેલ છે. જે સંદર્ભે કોર્ટ દ્વારા આ પ્રવૃત્તિ તાત્કાલિક બંધ કરવા અંગેનાં હુકમ પણ ફરમાવવામાં આવેલ છે. તેમ છતાં પણ આ પ્રવૃત્તિ બેરોકટોક ચાલે છે તેવા આક્ષેપો કર્યા હતા. બીજી બાજુ મેઘવાળ સમાજ નાં પ્રમુખ ગિરધરભાઈ સોલંકીએ જણાવ્યું કે આ જગ્યા રાજાશાહી સમય થી ફાળવાયેલી છે.સાફસફાઇ ની જવાબદારી નગરપાલિકાની છે.અમે અન્યત્ર જગ્યા ફાળવવા નગરપાલિકાને અનેકવાર રજૂઆત કરીછે.આ અંગે તંત્રએ ગંભીરતા દાખવવી જરુરી છે.

રિલેટેડ ન્યૂઝ