ભગવા પાછળ છૂપાયેલા શૈતાનના પાપનો ઘડો ફૂટ્યો: કાલાવડ રોડ પર ખુલ્લી ફરસી સાથે આતંક મચાવનારો આશ્રમનો કથિત મહંત ગાંજો ઉગાડતો, રાજકીય અગ્રણીઓ સાથે સબંધ ધરાવતો સંસારિક નિકળ્યો

ફરિયાદ ન નોંધવા ખુબ ધમપછાડા કર્યા પણ પોલીસ સામે કારી ન ફાવી

અમદાવાદના ભારતી આશ્રમના વિવાદનો હજુ નિવેડો આવ્યો નથી. ત્યા રાજકોટમાં એક મહંતના પરાક્રમનો પર્દાફાશ થતા હાહાકાર મચી ગયો છે. જેમાં વગુડદ આશ્રમના મહંત અને તેના શિષ્યોએ જીએસટી અધિકારીની કારમાં ધોકા મારી હોબાળો મચાવ્યાની ઘટના બાદ વગુડદ આશ્રમના મહંત સંસારિક જીવન જીવતા હોવાનો અને આશ્રમમાં ખુલ્લેઆમ નશીલા પદાર્થનું વાવેતર કરતા હોવાનું સામે આવ્યું છે. અને એટલું જ નહીં વગુડદ આશ્રમના મહંત રાજકીય ધરોબો ધરાવતા હોવાની તસવીરો સામે આવતા ચકચાર મચી જવા પામી છે. રાજકોટમાં જામનગર રોડ પર શેઠનગર પાછળ વાલ્મિકીનગર સોસાયટીમાં રહેતાં અને સેન્ટ્રલ જીએસટી રાજકોટ ખાતે કોન્ટ્રાક્ટ બેઝ પર ઇનોવા કારનું ડ્રાઇવીંગ કરતાં ભાવીનભાઇ મનસુખભાઇ બેરડીયાની ફરિયાદ પરથી જેતપુરના વિરપુર ગામે ગોરધનભાઇ ધામેલીયાના ડેલામાં રહેતાં અને…ના મહંતયોગી ધરમનાથ ઉર્ફ જીજ્ઞેશકુમાર નવીનચંદ્ર ધામેલીયા (ઉ.વ.44), પર્ણ કુટીર સોસાયટી વિદ્યાકુંજ મેઇન રોડ પર રૂૂૂદ્રાક્ષ એપાર્ટમેન્ટમાં રહેતાં કારખાનેદાર ચિરાગ પ્રવિણભાઇ કાલરીયા (ઉ.વ.42) અને મેટોડા જુની પંચાયત ઓફિસ સામે રહેતાં પ્રવિણ વાઘજીભાઇ મેર (ઉ.વ.42) અને અભિષેક વિરૂૂૂધ્ધ અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધી ત્રણને પકડી લીધા હતાં. જ્યારે અભિષેક ભાગી ગયો હતો. ભાવીનભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે રાતે પોણા નવેક વાગ્યે પોતે ઇનોવા કાર લઇને જીએસટીના અપિલ કમિશનર એસ. પી. સિંઘને કાલાવડ રોડ પર આવેલા પ્રેમ મંદિર પાસે ઉતારીને પરત રેસકોર્ષ રીંગ રોડ પરની જીએસટીની ઓફિસે ગાડી મુકવા જતો હતો. ત્યારે મહિલા કોલેજ અન્ડર બ્રીજ ચોકમાં પહોંચતા કિસાનપરા ચોક તરફથી ઇનોવાની સામે રોંગ સાઇડમાં એક કાર આવતી દેખાતા ભાવિનભાઈએ પોતાની ગાડી ઉભી રાખી દીધી હતી. સામેની કારના ચાલકે પણ ભાવિનભાઈની કારની સામે કાર ઉભી રાખી દીધી હતી.ત્યારબાદ એ કારમાં ડ્રાઇવર સીટની બાજુમાં બેઠેલા સાધુ જેવા કપડા પહરેલા માણસ હાથમાં પિત્તળની કુંડલીવાળી લાકડી લઇને ઉતરેલ અને ફરિયાદી ભાવિનભાઈની ગાડીના બોનેટ પર ધૂંબો મારી ગાડી પાછળ લઇ લેવા ઇશારાથી કહ્યું હતુ. બાદમાં ભાવિનભાઈ ડ્રાઇવીંગ સીટ પર હતા ત્યાં સાધુ તેમની પાસે જઈ કાચ ખોલવા ઇશારાથી કહ્યું હતું. કાચ ન ખોલતાં તેણે ગાડીની પાછળ જઇ લાકડીથી ફટકારી ગાડીનો પાછળનો કાચ ફોડી નાખ્યો હતો. ભાવિનભાઈ એકલા હોવાથી કારમાંથી નીચે ઉતર્યા નહોતા.બાદમાં સામેની કારમાંથી બીજા બે શખ્સો ઉતર્યા હતાં. ડ્રાઇવર તેમાં જ બેઠેલો હતો. બે શખ્સો નીચે ઉતર્યા તેમાંથી એકના હાથમાં પિત્તળ જેવી ફરસી હતી. એ બંનેએ ભાવિનભાઈને ગાળો દીધી હતી. એ પછી આ બંનેએ પોતાની કારને અંદર બેઠેલા ચાલકને ઇશારો કરી રિવર્સ લેવડાવી હતી. એ પછી તે ગાડીનો ચાલક પણ નીચે ઉતરીને આવ્યો હતો અને ગાળો દીધી હતી.ફરિયાદી ભાવિનભાઈએ કારમાંથી રોંગ સાઇડમાં આવેલી બ્રેઝા કારનો ફોટો પાડી લીધો હતો.આ પછી ત્યાં લોકો ભેગા થઇ ગયા હતાં અને ભાવિનભાઈએ 100 નંબરમાં ફોન કરતાં પોલીસ પણ આવી ગઇ હતી. આ વખતે એક શખ્સ ભાગી ગયો હતો. બાકીના ત્રણને પોલીસ સ્ટેશને લઇ જવાયા હતાં.ભાવિન બેરડિયાએ ગંભીર આક્ષેપ કર્યો છે કે, તે પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો ત્યારે મહંત તપ કે જાપ કરવા બેસી ગયા હતાં. અને માળા ફેરવવા લાગ્યા હતાં. આટલુ જ નહીં મહંતે ભાજપ અને કોંગ્રેસના નેતાઓને ફોન લગાવ્યા હતા અને સમાધાન કરાવવા માટેના પ્રયાસો કર્યા હતાં. રાજકોટ જિલ્લા પંચાયતના નાગદાન ચાવડાનો પણ ફોન આવ્યો હતો. મહંતની કારમાં કંઈક પાઉડર જેવા પેકેટ હતા ગાંજો પણ મે નજરે જોયો હતો અને મહંત દ્વારા પોલીસ ઉપર ખુબ જ દબાણ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મહંતે પોલીસ સ્ટેશનમાં અનેક નાટકો શરૂ કર્યા હતાં.

આશ્રમમાં ગેરપ્રવૃત્તિ થતી હોવાની ચર્ચા

આશ્રમમાં ધાર્મિક પ્રવૃત્તિ થતી હોય તેમજ સેંકડો લોકોની અવરજવર થતી હોય એવો અંદાજો ત્યાંના બાંધકામ અને આશ્રમમાં પડેલી વિવિધ વસ્તુઓથી આવી શકે છે. પરંતુ ગાંજાના વેવાતર ઉપરાંત બીજી ગેરકાયદે વાત વીજ કનેક્શનની આવી. આશ્રમની પાસે મેલડી માતાનું મંદિર છે, જ્યાં ઙૠટઈકનું મીટર છે. ત્યાંથી જ છેડા લાંબા કરીને મહંતે વીજ કનેક્શન પોતાની રીતે લઈ લીધું છે. લગભગ બે વર્ષના જ સમયગાળામાં બનેલા આશ્રમમાં થોડા દિવસ પૂર્વે જ મોટા ધાર્મિક કાર્યક્રમ થયો હોવાનું જાણવા મળ્યું છે. આ કાર્યક્રમ માટે બાંધવામાં આવેલ ટેન્ટ હજુ પણ એ જ હાલતમાં છે.

મહંત સંસારિક જીવન જીવતા હોવાનો ગામ લોકોનો આક્ષેપ
આ મહંતના લગ્ન થઈ ગયેલા છે અને તેમના પત્ની પણ અનેક વખત આશ્રમે આવે છે. તેમનો દીકરો પણ છે. મહંતનો પરિવાર રાજકોટના 80 ફૂટના રોડ પર રહે છે. સંસારિક જીવન જીવે છે અને પોતાને મહંત પણ કહે છે. મહંત વૈભવી લાઇફસ્ટાઇલ ધરાવે છે. જે કારમાં મહંત સવાર હતા અને રાજકોટમાં બાબલ થઈ એ કાર તેમણે બે મહિના પૂર્વે જ લીધી છે. કારની રજિસ્ટ્રેશન તારીખ 15 જૂન, 2024 હોવાનું જાણવા મળ્યું.

રિલેટેડ ન્યૂઝ