રાજકોટમાં જુગારના દરોડા: બે સ્થળેથી 11 શકુની ઝડપાયા

શહેરની ભાગોળે મોરબી રોડ પર હડાળાના પાટીયા પાસે અને જામનગર રોડ પર મનહરપુરમાં જુગારના બે દરોડામાં પોલીસે પત્તા ટીચતા 11 શકુનીને ઝડપી લઈ રૂા.24500ની રોકડ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જાણવા મળતી વિગત મુજબ, કુવાડવા રોડ પોલીસ મથકના એએસઆઈ મોહિત કુંભારવાડીયા, હેડ કોન્સ્ટેબલ એ.ડી.મકવાણા, કોન્સ્ટેબલ જયદીપ ધોળકીયા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. દરમિયાન હડાળા ગામના પાટીયા પાસે રાધેશ્યામ સોસાયટીમાં સ્ટ્રીટલાઈટના અજવાળે ચાલતા જુગારધામ ઉપર પોલીસે દરોડો પાડી પત્તા ટીચતા કમલેશ કાનજીભાઈ સોંદરવા, અયુબ ઈસ્માઈલભાઈ ભમરા, મયુર નરસિંહભાઈ ચૌહાણ, રાજુ હસમુખભાઈ પીઠડીયા અને અનવર અબ્દુલભાઈ કાતીયારને ઝડપી લઈ પટમાંથી રૂા.11,480ની રોકડ કબજે કરી હતી. જ્યારે બીજા દરોડામાં યુનિવર્સિટી પોલીસે જામનગર રોડ પર આવેલા મનહરપુર શેરી નં.1માં જાહેરમાં જુગાર રમતા વિનોદ કાળાભાઈ ફટાણીયા, અનિલ નરસિંહભાઈ બીસાવડીયા, કેશુ કરશનભાઈ ધોકીયા, હરેશ છગનભાઈ ચિત્રોડા, કમલેશ ભીખુભાઈ વાળા અને મોહિત ભીખુભાઈ જોગીયાણીને ઝડપી લઈ પટમાંથી રૂા.13,060ની રોકડ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ