ધોરાજીના નબળા રસ્તા મામલે કોંગ્રેસેતાલુકા સેવા સદન બહાર બેનર લગાવાયા

સરકારી તંત્ર ખાડા નહી પુરે, તમારી સુરક્ષા તમારા હાથે, હેલ્મેટ પહેરો સુરક્ષિત રહો

ધોરાજીના નબળા અને કમ્મર તોડ રસ્તા મામલે ધોરાજીના નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે છતાં નીંભર તંત્રના કાને પ્રજાનો અવાજ સંભળાતો ન હોઈ અને તંત્રને શહેરની દુર્દશા દેખાતી ન હોય તેવુ જણાઈ રહ્યું છે. અનેક લોક ફરીયાદ અને રાજકિય પક્ષોની રજુઆત છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતાં ફરી એકવાર વિપક્ષ કોંગ્રેસ દ્વારા રજૂઆતનો નવતર પ્રયોગ કરવામા આવ્યો હતો.ધોરાજી શહેરનાં નબળા અને કમ્મર તોડ મામલે ધોરાજી શહેર કોંગ્રેસ દ્વારા ધોરાજી તાલુકા સેવા સદન અને વિવિઘ મુખ્ય માર્ગો પર બેનર લગાવી લોક જાગૃતિ અને રજૂઆતનો નવતર સમન્વય કરાયો હતો. શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશ વોરાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ દ્વારા બેનરમાં લખાયું હતું કે “સરકારી તંત્ર ખાડા નહી પુરે, તમારી સુરક્ષા તમારા હાથે, હેલ્મેટ પેહરો સુરક્ષિત રહો” વિશેષ પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતું કે ધોરાજીના નબળા રોડ રસ્તા ને કારણે લોકો હાલાકી ભોગવી રહ્યાં છે. અકસ્માતના નાના મોટા બનાવો બની રહ્યાં છે. લોકોની સમસ્યા તંત્ર સાંભળતું નથી. અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને સરકારી બાબુઓ ગાંઠતા ન હોય તેવું લાગી રહ્યું છે.હાલ ધોરાજીના રોડ રસ્તા મામલે સત્વરે કાર્યવાહી થાય તેવી લોક માંગણી પ્રવર્તી રહી છે.

રિલેટેડ ન્યૂઝ