એક-બે દિવસની રજામાં અન્ય કોઈને દુકાન ચાર્જમાં દેવાની જરૂર નથી: હોદેદાર જાડેજા
અનેક પ્રશ્ર્નોથી લાંબા સમયથી પિડાતા રાજયના રેશનીંગનાં વેપારીઓનાં મહત્વનાં, મોટા ભાગનાં પ્રશ્ર્નો હજુ હલથયા નથી.ત્યારે, ગઈકાલે એવા અહેવાલો બહાર આવેલ હતાં. કે રેશનીંગનાં વેપારીઓ હવે રજા રાખી શકશે નહી અને દુકાને તેની હાજરી ફરજીયાત રહેશે.જો કે આ અંગે સ્પષ્ટતા કરતા વેપારી સંગઠ્ઠનનાં હોદેદાર હિતુભા, જાડેજાએ જણાવેલ હતુ કે દુકાનદારો જો 14 દિવસની રજા રાખે તો અન્ય વેપારીને દુકાન ચાર્જમાં આપવાની રહેશે. જો કે કોઈ સંજોગો વશાત વેપારી એક કે, બે દિવસની પૂજા રાખે તો અન્ય કોઈને દુકાન ચાર્જમાં દેવાની જરૂર નથી વધુમાં હિતુભા જાડેજાએ જણાવેલ હતું કે ગઈકાલે મંગળવાર તારીખ 3 સપ્ટેમ્બર 2024ના ગુજરાત ફેર પ્રાઇસ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર્સ એસોસિયેશનના પ્રમુખ પ્રહલાદભાઈ મોદી તથા મહામંત્રી અલ્પેશભાઈ શાહ ઓલ ગુજરાત ફેર પ્રાઇસ શોપ એસોસિએશન પ્રમુખ રાજેન્દ્રસિંહ જાડેજા મહામંત્રી હિતુભા જાડેજા તથા વાડીલાલભાઈ પટેલ ઉપપ્રમુખ પ્રવીણસિંહ વાઘેલા વગેરેની સસ્તા અનાજના વેપારી ભાઈઓના પડતર પ્રશ્ર્નોને લઈને પુરવઠા નિયામક તુષાર ધોળકિયા સાથે મીટીંગ યોજાઇ હતી જેમાં વેપારી ભાઈઓને પડતી સમસ્યાઓ જેવી કે મિનિમમ કમિશન 97% વિતરણની શરત કમિશનમાં વધારો વારસાઈ સરવરની સમસ્યાઓ ઈ કેવાયસી ઈ પ્રોફાઈલ કોરોના મૃતકોને સહાય તથા કેન્દ્ર સરકાર દ્વારા સંસ્થાના દુકાનદારોને જનપોષણ કેન્દ્ર બનાવવા માટેની જુદી જુદી સ્કીમની ચર્ચા કરવામાં આવી હતી તથા વેપારી ભાઈઓના પડતર પ્રશ્ર્નોેનો તુરંત નિકાલ કરવામાં આવશે એવી બાહેધરી પુરવઠા નીયામક દ્વારા આપવામાં આવી હતી ગઈકાલે અમુક અખબાર અને સોશિયલ મીડિયા દ્વારા જે સમાચાર છાપવામાં આવ્યા હતા કે સસ્તા અનાજની દુકાનો હવે બંધ નહીં રહે દુકાનદાર રજા રાખશે તો ચાર્જમાં પાસે આવા સમાચાર અધિકૃત નથી પાયા વિહોણા છે એવું ગુજરાત ફેરફાર એસોસિએશનના મહામંત્રી હિતુભા જાડેજાએ જણાવ્યું હતું.