સફાઇ કામદારોની ભરતીમાં ભ્રષ્ટાચાર: કોંગ્રેસનો સનસનીખેજ આરોપ: નવા સેટ અપ મુજબ ભરતી કરવા સુત્રોચ્ચાર સાથે માંગ

વિપક્ષના નેતાઓની મ્યુનિ. કમિશનરને રજુઆત: જરૂરીયાત સામે અર્ધા કર્મચારીઓ પણ નથી લોહીના સંબંધવાળાઓને સમાવવાથી અનુસુચિત જાતિના લોકોને અન્યાય: વિપક્ષી નેતાઓ

મહાપાલિકામાં હંગામી સફાઇ કામદારોની ભરતી માટે પ્રક્રિયા શરૂ થઇ છે જેની સામે અન્ય યુનિયને વાંધો ઉઠાવ્યો છે. પરિવારજનની જ ભરતી સહિતના નવા નિયમ સામે રોજ રજુઆતો થઇ રહી છે ત્યારે આજે મહાપાલિકા ખાતે કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, વિપક્ષી નેતા અતુલ રાજાણીની આગેવાનીમાં અગ્રણીઓએ કમિશ્ર્નરને રજુઆત કરી હતી. ભ્રષ્ટાચાર બંધ કરવાના નારા લગાવવા સાથે આપેલા આવેદનપત્રમાં રાજકોટમાં વાસ્તવમાં જરૂરીયાત અને સેટઅપ મુજબ દસેક હજાર કામદારોની ભરતી કરવાની જરૂર હોવાનું જણાવ્યું હતું.
મહાનગરમાં રૈયા અને તે બાદના ગામો ભળ્યા ત્યાર પહેલાના સેટઅપ મુજબ કામદારો છે. પરંતુ હવે રાજકોટનો વિસ્તાર 170 ચો.કિ.મી. થયો છે ત્યારે વાસ્તવમાં અર્ધા કામદારો પણ ઉપલબ્ધ નથી. આ સ્થિતિ સુધારવા ભરતીમાં ભ્રષ્ટાચારની ઉઠતી ફરિયાદો ડામવા વશરામભાઇ સાગઠીયાએ માંગણી કરી છે. કોંગ્રેસે આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે દેશના બંધારણે તમામ નાગરિકોને સમાન અધિકારો આપ્યા છે જેમાં ગરીબ વંચિત સમાજ માટે સામાજિક ન્યાયની તરફેણ કરેલ છે તેના અનુસંધાને મહાનગરપાલિકાનું સેટઅપ જે 4900 સફાઇ કામદારોનું છે તે રપ વર્ષ પહેલાનું છે એટલે કે તે સમયે કોઠારીયા વાવડી, મવડી, મુંજકા, નાના મવા રોડ, માધાપર વગેરે ગામો કોર્પોરેશનમાં ભળેલા નહોતા ત્યારથી ચાલ્યુ આવે છે. તેમાંથી પણ 2148 સફાઇ કામદારો કે જે નોકરી કરે છે અને રરર0 જેટલા સફાઇ કામદારો કોન્ટ્રાકટર મારફત કામ કરે છે જેનો કોન્ટ્રાકટરો દ્વારા શોષણ કરવામાં આવે છે બાકી રહેતી પ3ર જગ્યાઓ માટે જાહેરાત આપી છે તેમાં પણ ખોટા અને ગેરબંધારણીય અને અમાનવીય કૃત્ય દ્વારા તા.7-8ના રોજ કરવામાં આવેલ છે.
વધુમાં રજૂઆત કરી છે કે, જેના માતા-પિતા, દાદા-દાદી સફાઇ કર્મચારી તરીકે નોકરી કરેલ હશે તેને જ નોકરી મળશે અને તેને પણ પાર્ટટાઇમ નોકરી આપવામાં આવશે એટલે કે ન્યુનતમ વેતનનું અડધુ વેતન 7300 એક મહિનાના ચુકવશો તેમાં પણ તેમનું શોષણ છે. અનુસૂચિત જાતિના લોકોનું શોષણ કરતો ઠરાવ છે તે નિયમ વિરૂધ્ધ અને ગેર બંધારણીય ઠરાવ છે. રપ વર્ષથી 4900નો સેટઅપની પણ પૂરી ભરતી થતી નથી તો નવા ભળેલા વિસ્તારો જે નવા સેટઅપ મુજબ લગભગ 170 કિલોમીટર જેવો વિસ્તાર થાય છે.તો નવા સેટઅપ અમલમાં મુકવામાં આવે તો 10,000 થી 11,000 સફાઇ કામદારોની જરૂરીયાત પડે તેમ છે.
મહાપાલિકાને અન્ય કર્મચારીઓને પગાર ચુકવવામાં વાંધો નથી ફકત સફાઇ કામદારોનો જ પગાર ચુકવવામાં વાંધો આવે છે. નવા વિસ્તારો મુજબ નવું સેટઅપ ઉભુ કરવાની જરૂર છે. હાલ જે ઘેર બંધારણીય ઠરાવ મુજબ ભરતી કરો છો તો વિધવા ત્યકતા બહેનોને આ ભરતીમાં સમાવેશ નહીં થાય સફાઇ કામદારો માથે વધારે કામનો બોજો આવશે. મનપા સ્વચ્છ નિરોગી રાખવા માંગતા હોય તો સફાઇ કર્મચારીને ભરતી પૂરી નવા સેટઅપ મુજબ કરો. અંતમાં તા.7-4-2004નો ઠરાવ રદ કરી ફરીથી જાહેરાત આપવામાં આવે જેમાં ગરીબ વંચિત અને શોષિત તેમજ વિધવા અને ત્યકતા બહેનો અને બેરોજગારો બધાને રોજગારીની તક મળે તેવી માંગ કોંગ્રેસે કરી છે. વધુમાં નવા વિસ્તારો મુજબ સેટઅપ બનાવો અને ભરતી કરો તો લગભગ 6000થી પણ વધારે કામદારોની ભરતી કરવાની થાય છે. અનુસૂચિત જાતિના લોકોને રોજી રોટી પણ મળશે બેકારીમાં પણ થોડો ઘટાડો થશે અન્ય મહાનગરપાલિકાઓ ની જેમ રાજકોટમાં પણ નિયમો સરખા લાગુ થવા જોઇએ અને અન્યની જેમ જ ભરતી થવી જોઇએ તેમ અતુલ રાજાણીએ જણાવ્યું હતું. આ રજુઆતમાં કોંગી નેતાઓ જશવંતસિંહ ભટ્ટી, નયનાબા જાડેજા, દિપ્તીબેન સોલંકી, સંજય અજુડીયા, કેતન તાળા, રવજીભાઇ ખીમસુરીયા, ઘનશ્યામસિંહ જાડેજા, સલીમ કારીયાણી, મેઘજીભાઇ રાઠોડ, પ્રવિણભાઇ દેસાઇ, જેન્તીભાઇ હિરપરા, નાગજીભાઇ વિરાણી, ગજેન્દ્રસિંહ ઝાલા વગેરે જોડાયા હતા.

રિલેટેડ ન્યૂઝ