શહેરીજનોને સ્પર્શતી રોજબરોજની સમસ્યાના સુચારૂૂ નિરાકરણ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આધુનિક ટેકનોલોજીનો અસરકારક પયોગ કરી ઇ-સર્વિસિસ ક્ષેત્રે અગ્રેસર રહી વહીવટી સુધારણા કરવામાં આવેલ છે. જેના માટે રાજકોટ મહાનગરપાલિકાની પસંદગી 2023-24ના વર્ષ માટે નેશનલ ઈગવન ર્ન્સ એવોર્ડ માટે થયેલ છે. જે અંતર્ગત આજ તા.03-09- 2024, મંગળવારના રોજ મુંબઈ ખાતે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાયેલ ઇવેન્ટમાં રાજકોટ મહાનગરપાલિકા વોર્ડ નં.01ના કોર્પોરેટર ડો.અલ્પેશભાઇ મોરજરીયા, વોર્ડ નં.10ના કોર્પોરેટર નરેન્દ્રસિંહ વાઘેલા, વોર્ડ નં.16ના કોર્પોરેટર નરેન્દ્રભાઇ ડવ, વોર્ડ નં.09ના કોર્પોરેટર જીતુભાઇ કાટોળીયા અને સહાયક કમિશનર અને ડાયરેક્ટર (આઈ.ટી.) સમીર ધડુકએ ઉપસ્થિત રહી એવોર્ડ સ્વીકારવામાં આવેલ છે. આ અંગે વધુ માહિતી આપતા
રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલકમિશનર દેવાંગ દેસાઈ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ અને શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા જણાવે છે કે, આ ખૂબજ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય એવોર્ડના વિતરણનું ફંકશન 27th National Conference on e- Governance “u Viksit Bharat: Secure and Sustainable E-Service Delivery થીમ હેઠળ મુંબઈ ખાતે યોજાયેલ ઇવેન્ટમાં રાજકોટ મહાનગરપાલિકાની ટીમ દ્વારા એવોર્ડ સ્વીકારવામાં આવેલ છે. ભારત સરકારના ડીપાર્ટમેન્ટ ઓફ એડમીનિસ્ટ્રેટીવ રીફોર્મ્સ અને પબ્લીક ગ્રીવન્સીસ દ્વારા રાજકોટ મહાનગરપાલિકાનાં AI enabled Adaptive Traffic Control System amp; Smart Hawking Solution District Level Initiatives in EGovernance કેટેગરીમાં ખૂબજ પ્રતિષ્ઠિત એવા ગફશિંNational Awards for e-Governance 2023-2024 અંતર્ગત Real Time એવોર્ડ માટે પસંદગી કરવામાં આવેલ છે. આ એવોર્ડ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાને રૂૂ.પ લાખ (પાંચ લાખ) રોકડ ઈનામ તેમજ ટ્રોફી એનાયત કરવામાં આવેલ છે. આ સોલ્યુશનની વિશિષ્ટ લાક્ષણિકતા એ છે કે તે C-DAC) માં બદલાતી ટ્રાફિકની સ્થિતિને પોતાની જાતે અનુકૂળ થવાની ક્ષમતા ધરાવે છે. એ.ટી.સી.એસ. વાહન ડિટેક્ટર કેમેરાથી ટ્રાફિક ડેટાનું વિશ્ર્લેષણ કરવા અને સિગ્નલીંગ માટેની શ્રેષ્ઠ સમયાવધિ નક્કી કરવા માટે મશીન લર્નિંગ એલ્ગોરિધમ્સનો ઉપયોગ કરે છે. ટ્રાફિક સિગ્નલ ફેઝ (રેડ-ગ્રીન)નો સમયગાળો અથવા કોરિડોર પર ટ્રાફિકની સ્થિતિની છણાવટ કરીને દરેક ટ્રાફિક સાયકલમાં આપમેળે સમય નક્કી કરવામાં આવે છે. ભારતીય રસ્તાની સ્થિતિની અનુકૂળતા સુનિશ્ર્ચિત કરવા માટે રાજકોટ મહાનગરપાલિકાએ સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કમ્પ્યુટિંગ દ્વારા વિકસાવવામાં આવેલા અલ્ગોરિધમને અપનાવેલ છે. AI enabled Adaptive Traffic Control System ના અસરકારક અમલીકરણને પગલે શહેરનાં ટ્રાફીકની ગીચતામાં નોંધપાત્ર સુધારો જોવા મળેલ છે. જુદા જુદા ટ્રાફિક જંકશનો પર વેઇટિંગ ટાઇમમાં 33 ટકાનો ઘટાડો જોવા ળ્યો છે આ ઉપરાંત સંસાધનોનાં ઓપ્ટિમાઇઝેશનને કારણે કાર્બન ડાયોકસાઇડના ઉત્સર્જનમાં ઘટાડો અને ઇંધણનાં વપરાશમાં ઘટાડો જોવા મળેલ છે.