ગોપાલનગરમાં રાજસ્થાની યુવાનની ગળેફાંસો ખાઇ આત્મહત્યા

રાજકોટ તા. 27
શહેરના ઢેબર રોડ પર આવેલા ગણેશનગરના રાજસ્થાની યુવાને અગમ્ય કારણસર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો મૃતક યુવાન બે મહિનાથી અહીં એકલો રહી ઇમીટેશનનું કામ કરતો હતો. તેની સગાઇ થઇ હતી અને ફોન પર યુવતી સાથે સગાઇ થઇ હતી અને ફોન પર યુવતી સાથે અવાર નવાર ચડ-ભડ થતી હોવાનું જાણવા મળ્યું છે.
જાણવા મળતી વિગત મુજબ ઢેબર રોડ પર ગોપાલનગર શેરી નં- 11માં રહેતા જીતેન્દ્ર ચુનીલાલ વેગડ (ઉ.વ.22) નામના રાજસ્થાની યુવાને ગત રાત્રે પોતાના ઘરે છતના હુકમાં ગત રાત્રે પોતાના ઘરે છતના હુકમાં પ્લાસ્ટીકની દીરો બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો બનાવની જાણ થતા 108ના ઇએમટી અફઝલભાઇએ દોડી જઇ યુવાનને મૃત જાહેર કર્યો હતો જે અંગે પોલીસને જાણ કરતાં ભક્તિનગર પોલીસ મથકના હેડ કોન્સ. મહેન્દ્રસિંહ ડોડીયા અને રાઇટર મેહુલભાઇ સહિતના સ્ટાફે દોડી જઇ લાશને પી.એમમાં ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાથમિક તપાસમાં મૃતક યુવાન મુળ રાજસ્થાનનો છે બે મહિનાથી રાજકોટ આવ્યો હતો અને ઇમીટેશનની મજુરી કરતો હતો. પોલીસ તપાસમાં મૃતક જીતેન્દ્રની સગાઇ થઇ હોય અને યુવતી સાથે ફોનમાં અવાર-નવાર ચડ-ભડ થતી હોવાનું પણ જાણવા મળ્યું છે. જેના કારણે પણ આ પગલું ભરી લીધાની શંકા છે. જો કે આપઘાતનું ચોકકસ કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ