લાતી પ્લોટમાં પહેલા માળેથી પટકાયેલા નેપાળી વૃધ્ધાનું મોત

રાજકોટ તા. 27
શહેરમાં લાતી પ્લોટમાં રહેતા નેપાળી વૃધ્ધા અકસ્માતે પહેલા માળેથી નીચે પટકાયા હતાં. વૃધ્ધાનું સારવારમાં મોત નિપજતા પરિવારમાં શોકની માંગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુનબ લાતી પ્લોટમાં રહેતા મથુરાબેન જયસીંગભાઇ થાપા નામના 72 વર્ષના નેપાળી વૃધ્ધા ગઇકાલે સાંજે 8 વાગ્યાના અરસામાં પહેલા માળેથી અકસ્માતે નીચે પટકાયા હતાં. વૃધ્ધાને ગંભીર ઇજા પહોંચતા બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જયાં વૃધ્ધાનું ચાલુ સારવાર દરમિયાન મોત નિપજતા નેપાળી પરિવારમાં કરૂણ કલ્પાંત સર્જાયો છે.
આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં ભાવનગર રોડ ઉપર આવેલા મફતીયાપરામાં રહેતા ચંદ્રેશભાઇ પોલાભાઇ સોલંકી (ઉ.વ.35)ને તેની પત્ની કવિતાબેન સોલંકીએ નશાની હાલતમાં એસિડ પી લીધું હતું. તેને ઝેરી અસર થતા બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ