રાજકોટ તા.27
રાજકોટ તાલુકાના જીયાણા ગામે રહેતી 15 વર્ષીય કિશોરીને વાંકાનેરનો શખ્સ લગ્નની લાલચ આપી બાઇકમાં અપહરણ કરી રાજકોટ લઇ આવી રેસકોર્સ ગાર્ડનમાં બે દિવસ બે રાત રાખી ત્રણેક વખત શરીર સંબંધ બાંધી કિશોરીને તેના રાજકોટમાં રહેતા બહેનના ઘર પાસે મૂકી ભાગી જતા કુવાડવા રોડ પોલીસે અપહરણ, દુષ્કર્મ અંગે ફરિયાદ નોંધી નાશી છૂટેલા હેવાનને ઝડપી પાડવા તપાસ હાથ ધરી હતી દરમિયાન પોલીસને જોઈ આરોપી નદીમાં કૂદી જતા પોલીસે નદીમાં ખાબકી નરાધમને ઝડપી લીધો હતો આ શખ્સ અગાઉ પણ પોક્સોનાં કેસમાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે
રાજકોટ તાલુકાના જીયાણા ગામે રહેતા અને ખેતીકામ કરતા વૃધ્ધે કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં તેમની 15 વર્ષીય દીકરીનું અપહરણ કરી બળાત્કાર ગુજારવા અંગે મૂળ વાંકાનેરના ખખાણા ગામના અને હાલ નવાગામ રંગીલા સોસાયટીમાં રહેતા જીગ્નેશ કાળુભાઇ થોરિયા સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત તારીખ 24ના બપોરે તેઓ કામ સબબ રાજકોટ આવ્યા હતા અને તેમના પત્ની કુવાડવા દવા લેવા ગયા હતા સાંજે બંને પરત ઘરે આવ્યા ત્યારે દીકરી જોવા મળી ન હતી જેથી શોધખોળ કરતા તેને નવાગામ રંગીલા સોસાયટીનો જીગ્નેશ જે ઘર પાસે આંટાફેરા કરતો હતો અને તે જ તેને ઉઠાવી ગયો હોય તેવું જાણવા મળતા તેના ઘરે તપાસ કરતા તે પણ હાજર મળી આવ્યો ન હતો જેથી શંકા દ્રઢ બની હતી બે દિવસ બાદ રાજકોટમાં રહેતા જમાઈએ ફરિયાદીને ફોન કરીને દીકરી તેમની પાસે આવી છે તેવું જણાવતા તાબડતોબ તેઓ દોડી ગયા હતા ત્યાં દીકરીએ એવું જણાવ્યું હતું કે જીગ્નેશ લગ્નની લાલચ આપી બાઇકમાં બેસાડી રેસકોર્સ ગાર્ડનમાં લઇ ગયો હતો ત્યાં બે દિવસ અને બે રાત રોકાયા હતા આ દરમિયાન તેણે 3 વખત શરીર સંબંધ બાંધ્યો હતો બાદમાં તેણીને કરણાભાઇના ગાર્ડન રેસ્ટોરન્ટની પાછળ રહેતી બહેનના ઘર નજીક મૂકી ગયો હતો આ કબૂલાત આધારે ફરિયાદ નોંધાવતા પીઆઇ એમ આર પરમાર સહિતના સ્ટાફે ગુનો નોંધી નાશી છૂટેલા શખ્સની શોધખોળ હાથ ધરી હતી દરમિયાન જીગનેશ લાલપરી તળાવ આસપાસ હોવાની માહિતી આધારે કુવાડવા રોડ પોલીસ ત્યાં દોડી ગઈ હતી પોલીસને જોઈ આરોપીએ નદીમાં જંપલાવ્યું હતું જેથી પોલીસે નદીમાં જંપલાવ્યું હતું અને જીગ્નેશને દબોચી લીધો હતો આ અગાઉ પણ બળાત્કાર પોક્સોનાં કેસમાં પકડાઈ ચુક્યો છે અને તેનો કેસ ચાલી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે
