રાજકોટ તા.27
રાજકોટ મહાનગરપાલીકાની વિભાગીય કામગીરીમાં ખાલી પડેલ જગ્યા ઉપર ઇન્ચાર્જથી ગાડુ ગબડાવવામાં આવી રહ્યું હતું
ત્યારે જ મ્યુનિ. કમિશ્નર ઉદિત અગ્રવાલે પાંચ જગ્યા ઉપર કાયમી ઓફીસરની નિમણુંકના ઓર્ડર જારી કર્યા છે.રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય વહીવટ વિભાગની વોર્ડ ઓફિસર, તાંત્રિક વિભાગની વર્ક આસીસ્ટન્ટ(ઈલે.), સામાન્ય વહીવટ વિભાગની પબ્લિક રિલેશન્સ ઓફિસર, સામાન્ય વહીવટ વિભાગની આંકડા મદદનીશ અને આરોગ્ય શાખાની સુપ્રીન્ટેન્ડન્ટ (જન્મ-મરણ) ની જગ્યા માટેના મ્યુનિ. કમિશનર દ્વારા નિમણુંકના હુકમ કરવામાં આવેલ છે.સામાન્ય વહીવટ વિભાગની વોર્ડ ઓફિસરની જગ્યા પર નિકુંજ ભીખાભાઈ ડોબરિયા, તાંત્રિક વિભાગની વર્ક આસીસ્ટન્ટ(ઈલે.)ની જગ્યા પર પિંકલકુમાર પ્રવીણભાઈ પટેલ, સામાન્ય વહીવટ વિભાગની પબ્લિક રિલેશન્સ ઓફિસરની જગ્યા પર ભુપેશ ઠાકરશીભાઈ રાઠોડ, સામાન્ય વહીવટ વિભાગની આંકડા મદદનીશ શૈલેશ અમરાભાઇ પરમાર અને આરોગ્ય શાખાની સુપ્રીન્ટેન્ડન્ટ (જન્મ-મરણ)ની જગ્યા પર હસમુખ કાનજીભાઈ બાંભણીયાની નિમણુંકના હુકમ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા કરવામાં આવેલ છે.
