રાજકોટ : ભારે વિવાદ બાદ આજે જિલ્લા પંચાયતમાં કારોબારી ચેરમેન તરીકે કે.પી. પાદરીયા બિનહરિફ ચૂંટાયા

રાજકોટ જિલ્લા પંચાયત માં ભારે વિવાદ બાદ આજે કારોબારી ચેરમેન ની નિમણૂક કરવામાં આવી છે. રાજકોટ જિલ્લા પંચાયત ની આજે ખાસ કારોબારી મળી હતી. જેમા કારોબારી અધ્યક્ષ ની ચૂંટણી યોજાઇ હતી. ઉલ્લેખનીય છેકે જિલ્લા પંચયાત સંપૂર્ણ પણે કોંગ્રેસ ના હાથ માં હોવા છતાં ભારે વિવાદ ચાલતો હતો. કોંગ્રેસ ના નારાજ સભ્યો દ્વારા કારોબારી અધ્યક્ષ સામે અવિશ્વાસ ની દરખાસ મુકતા રાજીનામુ આપીયુ હતું. જોકે કારોબારી ની ચૂંટણીમાં કોંગ્રેસ માંથી ભાજપ માં ગયેલા કે.પી.પદરિયા દાવેદારી નોંધાવી હતી. જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના નવા ચેરમેન પદે કે.પી.પાદરિયા બિનહરીફ ચૂંટાયા હતા. ઉલ્લેખનીય છેકે કે.પી.પાદરિયા સામે એ.સી.બી.માં કેસ થયો હતો જેનો ચુકાદો કોર્ટ માં પેન્ડિંગ છે. કે.પી.પાદરોય ના કહેવા મુજબ જ્યારે આ કેસનો ચુકાદો આવશે ત્યારે તેના પદ પર જોખમ રહેશે.

રિલેટેડ ન્યૂઝ