ગોંડલના સર્કલ ઓફીસરે જીવતા જગતિયુ કરી સ્નેહીઋણ ચુકવ્યું

ગોંડલ તા. 7
ગોંડલના મૂળ સાતોદડના વતની અને તલાટીમંત્રીથી કારકિદી શરૂ કરી સર્કલ ઓફીસર તરીકે નિવૃત થયેલા વૃધ્ધ જીવતા જગતિયુ કરી સગાઓની લોન ઋણ અદા કયુ હતું.
ગોંડલમાં તલાટી મંત્રીથી લઈ સર્કલ ઓફિસરની ફરજ બજાવી નિવૃત થયેલા હાલ રાજકોટ રહેતા મૂળ સાતોદડના પ્રવિણચંદ્ર વજેશંકર ઠાકરે તાજેતરમાં જીવતા જગતિયું કરી સગા વહાલા સ્નેહી મિત્રોનો જમણવાર કર્યો હતો અને સર્વે નું ઋણ
ચુકવ્યું હતું આ તકે ગોંડલ તાલુકાના શિવરાજગઢ ના સામાજિક કાર્યકર ચંદ્રેશભાઇ પંડ્યાએ જણાવ્યું હતું કે પ્રવીણભાઈ નિ સંતાન હતા અને જીવન સંગીની શોભનાગૌરી (ગોદીબેન) નું અવસાન થયા બાદ એકલવાયુ જીવન જીવતા હતા તેથી તેઓએ જીવતા જગતિયું નો વિચાર કરી સગા સ્નેહી મિત્રો નું ઋણ અદા કર્યું હતું.

રિલેટેડ ન્યૂઝ