આજે વોર્ડ નં.8, 11 અને 13માં પાણીકાપ

રાજકોટ તા,8
રાજકોટમાં સતત બે દિવસ આઠ વોર્ડમાં પાણી વિતરણ બંધ રહેવાની જાહેરાત મનપાના વોટર વર્કસ વિભાગ દ્વારા કરવામાં આવી છે. જે અંતર્ગત આવતીકાલે ગુરુવારના રોજ ચંદ્રેશનગર પમ્પીંગ સ્ટેશન હેઠળના વોર્ડ નં.8, 11 અને 13 પાર્ટમાં પાણી વિતરણ બંધ રહેશે.
મનપાના વોટર વર્કસ વિભાગના જણાવ્યા મુજબ ચંદ્રેશનગર પમ્પીંગ સ્ટેશન ઉપર જીએસઆર પ્રિવેન્ટીવ મેન્ટેનન્સની કામગીરી કરવાની હોય તા.9/1/2020ને ગુરુવારના રોજ ચંદ્રેશનગર પમ્પીંગ સ્ટેશન હેઠળના વોર્ડ નં.8 (પાર્ટ), 11 (પાર્ટ), અને વોર્ડ નં.13 (પાર્ટ)ના વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે.
આવતીકાલે વેસ્ટઝોન અને સેન્ટ્રલ ઝોનમાં ત્રણ વોર્ડમાં પાણીકાપ નાખવામા આવ્યો છે. જ્યારે તા.11/1/2020ને શનિવારના રોજ પુનિતનગર પમ્પીંગ સ્ટેશન હેઠળના વોર્ડ નં.8 (પાર્ટ), 10 (પાર્ટ), 11 (પાર્ટ), 12 (પાર્ટ) અને વોર્ડ નં.13 (પાર્ટ)માં પાણી વિતરણ બંધ રહેશે.

રિલેટેડ ન્યૂઝ