રાજકોટ તા,8
દેશવ્યાપી હડતાળના પગલે સૌરાષ્ટ્ર કચ્છ સહિત રાજયભરમાં બંધ ને જડબેસલાક પ્રતિસાદ સાંપડયો છે સરકારી અને મજૂર સંગઠનના કર્મચારીઓ હડતાળમાં જોડાયા હતા તેના કારણે કામગીરી ઉપર ગંભીર અસર થઇ હતી. બેંક કર્મચારીઓ દ્વારા રાજકોટમાં પરાબજારમાં આવેલ બેંક ઓફ ઈન્ડિયા ખાતે સવારે ઉગ્ર સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. હડતાલમાં બીએસએનએલ, વીજ કર્મચારીઓ, પોસ્ટ કર્મચારીઓ, રેલવે સહિતના કર્મચરીઓ જોડાયા હતા.
રાષ્ટ્રવ્યાપી બેંક હડતાલમાં રાજકોટની એસબીઆઈ સિવાઈ 18 બેંકોના કર્મચારીઓ જોડાયા હતા. તેના કારણે આજે બેંકોમાં 250 કરોડનું ટર્નઓવર ઠપ્પ થઈ ગયું હતું. બેંક કર્મચારીઓએ રેલી કાઢી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
કેન્દ્રીય મજુર સંગઠનો અને રાષ્ટ્રીય ફેડરેશનો દ્વારા આયોજિત દેશવ્યાપી હડતાળના પગલે સૌરાષ્ટ્ર કચ્છ સહિત રાજયભરમાં ધરણા વિરોધ પ્રદર્શન યોજવામાં આવેલ અને વિવિધ જિલ્લાના કલેકટરોને આવેદન પત્ર આપવામાં આવેલ. કલેકટરને 1ર માગણીઓને લઈ આવેદનપત્ર પાઠવવામાં આવેલ. ભાજપની નરેન્દ્ર મોદી સરકારની જનતાને પાયમાલ કરનારી અને મજુર વિરોધી નીતિઓના વિરોધમાં અને કામદારો માટે 1ર મુદ્દાની માગણીઓ જેવી કે જીવન જરૂરિયાતની ચીજોનો ભાવ વધારો નાથવા તાકીદે પગલા ભરવા, જાહેર વિતરણ વ્યવસ્થાને કારગર રીતે લાગુ કરવા રોજગારીના નિર્માણમાં નક્કર પગલા દ્વારા બેરોજગારીને નિયંત્રણ કરવા, કોઈ પણ જાતના અપવાદ કે છુટછાટ વગર શ્રમિક કાયદાઓનો કડક અમલ કરાવવા અને મજુર કાયદાઓને ભંગ કરવા કે કરાવનાર સામે કડક દંડનાત્મક પગલા લેવા તમામ કામદારોને સર્વમાન્ય સામાજિક સુરક્ષા પૂરી પાડવી ઈન્ડેકસેશનની જોગવાઈઓ સાથે માસિક રૂા.ર1,000થી ઓછું ન હોય તેટલુ લઘુત્તમ વેતન, દેશના કામદારોને રૂા.3000 હજારથી ઓછું ન હોય તેટલુ પેન્શન આપવું., ગ્રેજયુતીની રકમ વધારવી અરજી રજૂ કર્યાની 4પ દિવસમાં શ્રમિક સંગઠનોની નોંધણી ફરજિયાત બનાવવી સહિતની વિવિધ માગણીઓ કરવામાં આવી છે.
જેને પગલે આજે હડતાળની કરેલી હાકલના અનુસંધાનમાં ગુજરાતભરમાં કેન્દ્રીય મજુર સંગઠનો અને રાષ્ટ્રીય ડેડરેશનોના કામદાર, કર્મચારીઓ એ રાજકોટ, અમરેલી, ભાવનગર ગાંધીધામ સહિત રાજયભરમાં ધારણા વિરોધ પ્રદર્શન અને રેલીઓ કાઢી અને જિલ્લા કલેકટરોને વડાપ્રધાનના નામે આવેદન પત્રો એનાયત કરવામાં આવ્યા હતા, કામદાર અને કર્મચારીઓ પોતાની નોકરીમાંથી હડતાળ પાડી સવારે ઉપર ભેગા મળી અને ઈન્ટુકના આગેવાનીમાં સરઘસ નીકળ્યું હતું જે કલેકટર કચેરી પહોંચી 1ર મુદ્દાઓની માગણીવાળું આવેદનપત્ર કલેકટરને આપવામાં આવ્યું હતું.
