ગોંડલ તા. 15
અત્રે નાં બાલાશ્રમ માં પનાહ લઇ રહેલાં 110વષઁ ની ઉંમર નાં વૃધ્ધ નું અવસાન થતા બાલાશ્રમ માં શોક ફેલાયો હતો.
ગોડલ નગર પાલિકા સંચાલિત બાલાશ્રમ ખાતે 30 વષેથી પણ વધુ સમયથી પનાહ લઈ રહેલ નાથાભાઈ ધોડાગાડી વાળા નુ 110 વષેની વયે અવસાન થતાં ચેરમેન રાજયગુરૂ દંપતીએ પી એમ સહિત ની કાયેવાહી કરી અંતિમવિધી કરેલ હતી. નાથાબાપા ગોડલ શહેરમાં ધોડાગાડી ચલાવી પોતાનો જીવન નિવોહ ચલાવતાં હતાં. પરંતુ ઉંમર વધવાને કારણે શરીર સાથ આપતુ ન હોય આખરે બાલાશ્રમ માં શેષ જીવન વિતાવી રહ્યા હતાં. જયારે ફોરવિલ નો જમાનો ન હતો. એ સમયે નાથાબાપા ની ધોડાગાડી માં જુનીપેઢીના નામાંકિત ડોકટરો પણ વિઝીટ માં જતાં હતાં. પરીવહન માં ઘોડાગાડી મહત્વ નું સાધન હોય એ સમયે નાથાબાપા લોકોમાં ખાસ્સાં પ્રિય હતાં. છેલ્લા 30 વષેથી પણ વધુ સમય દરમ્યાન બાલાશ્રમ માં પોતાની સારી છાપ થી ચાહના ધરાવતાં નાથાબાપા ની ચીર વિદાયથી પોતાના આપતજન ગુમાવ્યા હોવાનો અફસોસ બાલાશ્રમ વાસીઓએ અનુભવ્યો હતો.
તાજેતરમાંજ બાલાશ્રમ ખાતે દિકરીઓનો લગ્ન પ્રસંગ નજીક હોવાથી સરકારી હોસ્પિટલ ખાતે થીજ નાથાબાપા ની અંતિમયાત્રા કાઢી તેમનાં નશ્ર્વર દેહ ને ચેરમેન અનિતાબેન પ્રફુલભાઈ રાજયગુરૂ એ કાંધ આપી અવવ્લ મંજીલે પહોચતા કરી પોતાની ફરજ બજાવી હતી.
