રાજકોટ,તા.16
સૌરાષ્ટ્ર-કચ્છમાં ગઇકાલથી કાતિલ ઠંડા સુસવાટા મારતા પવનો શરૂ થતા તાપમાનનો
પારો 3 થી 5 ડીગ્રઈ સે. સુધી ગગડી ગયો છે અને સર્વત્ર હાડ થીજાવતી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે.
ગઇકાલથી શરૂ થયેલા બર્ફીલા પવનના કારણે સૌરાષ્ટ્રના જુનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી સહીતના જિલ્લા મથકોએ તાપમાનનો પારો 10 ડિગ્રી સે. નીચે અટકી ગયો છે. જયારે નલીયામાં તાપમાન 5.8 ડીગ્રી અને અમરેલીમાં 7.8 ડીગ્રી સે. નોંધાયુ છે. રાજકોટમાં પણ 8 ડીગ્રી જુનાગઢમાં 8.4 ડીગ્રી સુરેન્દ્રનગરમાં 9.5 ડીગ્રી સે.તાપમાન નોંધાયું છે.
ઠંડીના બીજા રાઉન્ડમાં હજુ બે દિવસ કોલ્ડવેવની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. બર્ફીલા પવનોના કારણે જનજીવન પ્રભાવિત થયું છે અને લોકો સાંજે વહેલાસર ઘરોમાં ભરાઇ જાય છે.
ભાવનગર
ભાવનગરમાં આજે 11.1 ડીગ્રી ઠંડી સાથે શિયાળાનો સૌથી વધુ ઠંડો દિવસ રહ્યો છે. લોકોએ સવારે કડકડતી ઠંડીનો અનુભવ કર્યો છે.
આજે ગુરૂવારે ભાવનગર શહેરમાં સીઝનની સૌથી વધુ ઠંડી નોંધાઇ છે. લઘુતમ તાપમાન 11.1 ડીગ્રી નોંધાયું છે. ઠંડી વધતા અને ઠંડો પવન હોય લોકો ગરમ કપડા પહેરીનેજ બહાર નીકળી શકે તેવું ઠંડુ વાતાવરણ થઇ ગયું છે.
જામનગર
જામનગર માં આજે ઠંડી માં ઘટાડો જોવા મળ્યો છે, અને તાપમાન નો પારો ત્રણ ડિગ્રી ઉપર તરફ સરકી ને 11.5 ડિગ્રી એ સ્થિર થતા લોકોને થોડી રાહત મળી હતી.
જામનગર માં આજે સવારે પૂરા થતાં 24 કલાક દરમિયાન નયુન્તમ તાપમાન 11.5 ડિગ્રી જ્યારે મહત્તમ તાપમાન 21.5 ડિગ્રી નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 76 ટકા રહ્યું હતું. જ્યારે પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના 15 થી 20 કિ.મી.ની ઝડપે રહી હતી.
વિસાવદર
આજ રોજ વિશ્ર્વંભરી વિદ્યા સંકુલના વિદ્યાર્થી બ્લોચ વહાબ શૈયદભાઇ જે ધો.8માં અભ્યાસ કરે છે જેની નાની બહેન બ્લોચ અલવિરા જેમના પિતા શૈયદભાઇ ઉર્ફે સલીમભાઇ જેઓ લાલપુર પાસે બનેલ દુર્ઘનામાં મૃત્યુ પામેલ હતા તેના આત્માની શાંતી કલ્યાણ અને મોક્ષ માટે આજના દિવસે શાળામાં શોકનો માહોલ પ્રસયેર્ર્ હતો. તેમજ શાળાના દરેક સ્ટાફગણ તેમજ વિદ્યાર્થીઓએ મૌન પાળી તેમને શ્રધ્ધાંજલી આપી હતી તેમજ આચાર્યશ્રીએ બન્ને બાળકોની સ્કુલ ફી માફ રહેશે તેવું જણાવ્યું હતું.
