રાજકોટ : શહેરના ST બસ સ્ટેશનમાં આવેલી પોલીસ ચોકીમાં બુધવારે PSI પી.પી ચાવડાની રિવોલ્વરમાંથી ફાયરિંગ થતા તેમને મળવા માટે આવેલા સ્પાના સંચાલક હિમાંશુ ગોહેલ નામનાં યુવકનું મોત નિપજ્યું હતું. ક્રિકેટ મેચની ટિકિટ ખરીદવા માટે સ્પા સંચાલકને બોલાવ્યો હોવાનું અને રાયફલને નવા કવરમાં નાખતા સમયે ફાયરિંગ ભુલથી થઇ ગયાનું પીએસઆઇએ જણાવ્યું હતું. જો કે પરિવારે સ્પાના ધંધામાં ભાગીદારી મુદ્દે હત્યા થયાનો પરિવારજનોએ આક્ષેપ કરીને મૃતદેહને સ્વિકારવાનો ઇન્કાર કર્યો. જો કે આ મુદ્દે પીએસાઇ ચાવડા વિરુદ્ધ સાપરાધ માનવવધની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. કોર્ટે તેનાં બે દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા છે.
રિલેટેડ ન્યૂઝ
-
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ઠંડીનું જોર ઘટ્યું : ઠેર-ઠેર ધાબડિયુ વાતાવરણ : તાપમાનનો પારો ઉંચકાયો
માત્ર નલિયામાં 8.6 ડિગ્રી તાપમાન સાથે કાતિલ ઠંડી રાજકોટ ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં આજે અચાનક જ ર... -
ગોંડલ પાલિકાના સભ્ય ચંદુ ડાભીના પુત્રએ પોલીસ પર જમાવ્યો રોફ
’મને ઓળખો છો હું ભુપત ડાભીનો ભત્રીજો નિરજ ચંદુભાઈ ડાભી છુ’ કહી દબંગગીરી કરતા ફરજમાં રૂકાવટનો... -
મનહરપુરમાં 30 લાખના ખર્ચે નિર્માણધીન નવી લાઇબ્રેરીનું લોકાર્પણ કરતા પદાધિકારીઓ
7174 પુસ્તકનો ખજાનો, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારોને નજીકમાં સુવિધા મળી વોર્ડ નં 3માં મનહર પુર-1...
