રાજકોટ તા. 20
વસંત પંચમીએ રાજકોટના રાજવી પરીવારના માંધાતાર્સિંહજી જાડેજાના રાજકોટના 17માં ઠાકોર સાહેબ તરીકે રાજયભિષેક કરવામાં આવશે જે પૂર્વ પત્રકારો સાથે વાતચિત કરતા ઠાકોર માંધાતાસિંહજીએ જણાવ્યું હતું કે રાજકોટનો રાજવી પરિવાર એટલે ધર્મ, શોર્ય અને સાહિત્ય નો સમનવ્ય છે. રાજગાદીએ શાળામાંથીદ મળતી ડિગ્રી નથી પણ એક જવાબદારી ઉત્તરદાયત્વ છે. અમારો ઇતીહાસ ઉજળો, ભૂતકાળ ભવ્ય, વર્તમાન દિવ્ય અને ભવિષ્ય ઉજવળ છે આ પ્રસંગ લુપ્ત થતી પરંપરાઓને ઉજગાર કરવાનો અવસર છે. આ પ્રસંગથી નિતિ, ન્યાયી કામ કરી શકીએ તેવી પ્રેરણા મળશે. વધુમાં માંધાતાસિંહે કહ્યું હતું કે, રાજતિલક બાદ ગાંદી સંભાવ્યા પછી રાજકોટની પ્રજાને એક ન વિસરાય તેવી ભેટ રાજવી પરીવાર દ્વારા આપવામાં આવશે જે વર્ષા સુધી પ્રજા તેનો લાભ લેશે.
રાજકોટમાં તા. 27મી જાન્યુઆરી તા. 30 જાન્યુઆરી દરમિયાન રાજયાભિષેક અને રાજતિલકક સમારોહ નિમિત્તે યોજાનારા વિવિધ કાર્યક્રમો અને મહાયાગ વિશે વિગત આપતાં ઠાકોર સાહેબ માંધાતાસિંહજી જાડેજા અને યુવરાજ જયદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે રાજકોટના આંગણેઆ રૂડો અવસર છે.
રાજકોટ રાજ પરિવારની પરંપરા રહી છે. કોઇ પણ પ્રસંગમાં રાજકોટના પ્રજાજનોને પણ સામેલ કરવામાં આવે છે. રાજકોટ રાજ પરિવારની પરંપરા રહી છે. કે કોઇ પ્રસંગમાં રાજકોટના પ્રજાજનોને પણ સામેલ કરવામાં આવે છે. કુળદેવી માતા આશાપુરામાં અને જયધાતિપતિ દ્વારકાધીશ ભગવાનની કૃપા તથા અમારા સૌ પૂર્વજોના આશીષથી આ સમગ્ર પ્રસંગ યોજાઇ રહ્યો છે.
રાજકોટ રાજપરિવારમાં ઇતિહાસ અને પરંપરાથી આપ સૌ વાકેફ છો છતાં એક નાની વાતથી આપનેએ પ્રતિતી થશે કે લોકો સાથે આ પરિવાર કેટલો જોડાયેલો છે.
રણજિત વિલાસના જે પરિસરમાં આપણે બેઠા છીએ એનું સર્જન, એની રચના પણ દુષ્કાળ વખતે લોકોને મદદરૂપ થવા, રોજગારી, પૂરી પાડવા માટે કરાઇ હતી. આપ સમજી શકો કે રાજયનું રાજચિહ્ન “રંજે ધર્મી પ્રજા રાજા કેટલું સાર્થક છે!
રાજયાભિષેકની વિગત આપતાં માધાતાસિંહજી અને જયદીપસિંહજીએ જણાવ્યું હતું કે તા. 27મીથી વિવિધ કાર્યક્રમની શ્રુંખલા શરૂ થશે. એ દિવસે સાંજે 4 થી 6 દેહ શુધ્ધિ, દશવિધિ સ્નાન, વિશ્ર્ણુ પૂજન, પ્રાયશ્ર્ચિત વગેરે વિધિ થશે. તા. 28ને મંગળવારે સવારે 9 થી 1 દરમિયાન માતૃકા પૂજન, ચતુર્વેદ શાંતિ સુકત, અરણી મંથન દ્વારા અગ્નિ સ્થાપન અને યજ્ઞનો આરંભ કરાશેે. 28મીએ બપોરે 12 થી 2 દરમિયાન ક્ષત્રીય દીકરા-દીકરીઓના તલવાર રાસ યોજાશે.
28મીએ બપોરે 3 થી 6 દરમિયાન રણજિત વિલાસ પેલેસના પરિસરમાં એક તરફ મહાયાગના મંત્રોનો પ્રધાન હોમ જળયાત્રા, સાય પૂજન, ચાલી રહ્યા હશે ત્યારે બપોરે 3-30 થી 6-30 ઠાકોર સાહેબની નગર યાત્રા (અહીં સાથે આપેલા રૂટ પર) નીકળાશે, ઠાકોર સાહેબ રાજકોટના નગરજનોનું અભિવાદન ઝીલશે. આ ભવ્ય નગરયાત્રામાં સંતો-મહંતો, રાજકોટના ભાયાતો, રાજ પરિવારના સૌ સદસ્યો મોટી સંખ્યાંમાં જોડાશે. ઉપરાંત વિન્ટેજ કાર, બગીનો પણ મોટો કાફલો રહેશે.
બુધવારે તા. 29મીએ સવારે 8-30 થી 1 દરમિયાન પણ ચારેય વેદોના મંત્રો સાથે યજ્ઞ હોમવિધિ થશે. બપોરે 3 થી 6-30 દરમિયાન જગત કલ્યાણના સુખ-શાંતિ માટે પુષ્ટિહોમ વિધી થશે. વિવિધ ઔષધિઓ, તીર્થજળો, રક્ષામંત્રો દ્વારા ઠાકોર સાહેબ પર અભિષેક થશે. 29મી તા. સાંજે 6-30 થી 9-30 દરમિયાન જયોતિપર્વ એટલે કે દીપમાળા યોજાશે જેમાં આશરે સાત હજાર દીપ રાજકોટના સર્વ સમાજના ત્રણશો થી વધારે લોકો પ્રગટાવશે દીપ થકી રાજકોટ રાજયનું રાજચિહ્ન બનાવશે.
જયારે વસંત પંચમીના પવિત્ર એટલે કે તા. 30મી જાન્યુઆરીએ ભવ્ય અને દિવ્ય વાતાવરણમાં રાજયાભિષેક અને રાજતિલક વિધિ સંપન્ન થશે. સમગ્ર ધાર્મિક વિધિ રાજકોટના જાણીતા શાસ્ત્રી, શાસ્ત્રિ વૃજલાલભાઇ ત્રિવેદીના પૌત્ર શાસ્ત્રી કૌશિકભાઇ ત્રિવેદીના માર્ગદર્શન અને ઉપસ્થિતિમાં યોજવાની છે. 30મીએ રાત્રિ સાંસ્કૃતિક કાર્યક્રમ અને લોકડાયરાનું પણ આયોજન છે.
ઠાકોર સાહેબ માંધાતાસિંહજી અને યુવરાજ જયદીપસિંહજીએ જણાવ્યું કે વિવિધ રાજવી પરિવાર માંથી દેશભરમાંથી મહેમાનો પધારશે. સમગ્ર ઉત્સવને રાજમાતા માનકુમારી દેવીના આશીષ પ્રાપ્ત થઇ રહ્યાં છે. કયારે કયો કાર્યક્રમ કયા સ્થળે છે તથા હોમ અને અન્ય વિધિમાં કઇ સામગ્રીનો ઉપયોગ થશે તેની સૌ વિગત સાથે જોડવામાં આવી છે. આ તમામ કાર્યક્રમોમાં રાજકોટની જનતાને, આબાલવૃધ્ધ સૌથે જોડાવા માટે રાજમાતા માનકુમારી દેવી, રાણી સાહેબા અ.સૌ. કાદમ્બરીદેવી અને રાજ પરિવાર તરફથી અનુરોધ કરાયો છે.
યજ્ઞમાં વપરાનાર મૂળ
સહદેવીનું મૂળ, શરપંખાનું મૂળ, કાંચકીનું મૂળ (ખપાટ), તુમદીનું નું મૂળ, કણેરશતી, ધોળીકણેશ, બેઠીશ્રોરીગણી, અઘેડી, દંદ્રવારૂણી, નિર્ગુડી, વડ, પીપરા, ખાખરા, આસુપાલવ, પઠણ, મહડા, નીલી, ત્રણ, જયંતી, દાડમ, બહીર્ષિખા, આંબા, સુલક્ષણા, કારેલીા, કરકોરીકા, વ્યાધ્રી, રૂદ્રયંતી, ધોળીમુસળી, કુબેરી, દેવદારૂ, ઉમરા, જાંબુ, નાદેકીનાર, ગંગેર, આંબલી, શિખી, નાગરવેલ, બિજોરી, જવાસા, કેવડા, લીંમડા, ખજુરી, નાળીયેરી, લજામણી, વેવ, પોયણા, પરિષપીપળા, રાપત્રિકા, તલી, ગોખરૂ, કસકંટી, ખીજઠી સહિતની ઔષધીઓનો સમાવેશ થાય છે.
ઉપસ્થિત રહેનાર રાજવીઓ
જામનગર, ભાવનગર, ધ્રાંગધ્રાં, ગોંડલ, વાંકાનેર, વઢવાણ, પોરબંદર, મોરબી, પાલીતાણા, કચ્છ, લીંબડી, ધ્રોલ, ખીજડીયા, જાફરાબાદ અને જન્જીરા, લખતર, સાયલા, ચુડા, વલ્લભીપુર, જસદણ, અમરનગર-થાના દેવડી, વડીયા, લાઠી, મૂળી, બજાણા, માળીયા, જેતપુર, બીલખા, પાટડી, ખીરસરા, રાજપીપળા, બરોડા, દેવગઢ બારીયા, છોટા ઉદયપુર, સાણંદ, વાંસદા, ગાંગડ, ઉતેળીયા, દાંતા, ઢાંક, લાખણકા, પોસીના, સંત્રામપુર, ધુ્રવનગર, વરલ, ઇડર, વીજયનગર,વીરપુર, જાંબુઘોડા, માન્સા, દીયોદર, સચીન, ધરમપુર, લુનાવાડા, માંગરોળ, વણોદ, ઝૈનાબાદ
