મોટી મારડ ગ્રામ પંચાયતની પેટા ચુંટણીમાં વર્તમાન સરપંચના પત્ની વિજયી

મોટી મારડ,તા.22
ધોરાજી તાલુકાના મોટી મારડ ગામે તાજેતરમાં જ વોર્ડ નં.3ની પેટા ચુંટણી યોજાઇ. જેમાં કુલ બે ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવેલ, બે ઉમેદવારોમાં 1 શ્રીમતી ચાંદનીબેન પરેશભાઇ વાછાણી (વર્તમાન તાલુકા પંચાયતના સદસ્ય), શ્રીમતી સવિતાબેન જગદીશભાઇ અધડુક (ભૂતપૂર્વ સરપંચ) તથા હાલના સરપંચ જગદીશભાઇના પત્ની મોટી મારડ ગ્રામ પંચાયતના વોર્ડ નં.3ની પેટા ચુંટણી તા.19ના રોજ યોજવામાં આવેલ. આ પેટા ચુંટણીમાં બે મહીલા સભ્યોએ ઉમેદવારી નોંધાવેલ. તા.21ના રોજ આ પેટા ચુંટણીનું પરિણામ જાહેર થયેલ.
આ પેટાચુંટણીમાં વોર્ડ નં.3માં કુલ 507 મતદારો હતા. જેમાંથી 31ઘ મત પડેલા જેમાંથી શ્રીમતી સવિતાબેન અધડુકને 215 મત મળેલ અને બીજા ઉમેદવાર શ્રીમતી ચાંદનીબેન વાછાણીને 101 મત મળેલ. જેમાં શ્રીમતી સવિતાબેન અધડુક 114 મતે વિજયી જાહેર થયેલ.

રિલેટેડ ન્યૂઝ