ધોરાજી યાર્ડમાં મગફળીની ખરીદીમાં આવક સ્થાને પગલે વાહનોની લાગતી લાંબી લાઇનો : ખેડૂતો હેરાન

ધોરાજી તા. 25
ધોરાજી માર્કેટિંગ યાર્ડ ખાતે સરકાર દ્વારા મગફળીની ખરીદી ચાલુ હોય ત્યારે વ્યવસ્થાને અભાવે છેલ્લા પંદર દિવસથી ખેડૂતો મગફળી ભરીને ટ્રેક્ટર છકડો રીક્ષા, ટ્રક વિગેરે લઈને લાઈનમાં ઊભા રહે છે ત્યારે એક કિલોમીટર લાંબી લાઈનમાં વારો આવતો નથી કડકડતી ઠંડીમાં પણ જગતનો તાત પરેશાન થતો હોય ત્યારે કર્મચારીઓને વાગે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે
આ બાબતે ધોરાજી માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી ભુપતભાઈ કોયાણી નો સંપર્ક સાધતા તેઓએ જણાવેલ કે ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં પુરવઠા વિભાગ દ્વારા મગફળીની ખરીદી ચાલુ છે અને સંપૂર્ણ વ્યવસ્થા પુરવઠા વિભાગ સંભાળે છે અમારા માર્કેટિંગ યાર્ડ ના કર્મચારીઓ ને કોઈ જવાબદારી આ બાબતમાં છે ને અને આ બાબતનો સુપરવિઝન પુરવઠા વિભાગ મામલતદાર તેમજ ડેપ્યુટી કલેકટર નું છે અમે પણ અનેક વખત આ બાબતે ખેડૂતોના પ્રશ્ને રજૂઆત કરી છે પરંતુ પુરવઠા વિભાગના કર્મચારીઓના અભાવે ખેડૂતોને તકલીફનો સામનો કરવો પડે છે જે બાબતે તાત્કાલિક શું કરવું જોઈએ અને ખેડૂતો પરેશાન ન થાય તે બાબતે અમોએ પણ અનેક વખત રજુઆત કરી છે
ધોરાજીના ખેડૂત અગ્રણી ધીરુભાઈ કોયાણી જણાવેલ કે ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ખરીદી ચાલુ છે ત્યારે ખેડૂતોની પણ ઓનલાઇન નોંધણી થઇ ચૂકી છે પડે જે પ્રકારે ખેડૂતોને બોલાવવામાં આવે છે તે બાબતે પુરવઠા વિભાગના અધિકારીઓની બેદરકારી છે સવારમાં આઠ વાગ્યામાં જ ખરીદી શરૂ કરી દે તો આ પ્રકારની લાઈન જોવા મળે સવારની વહેલી સવારથી માંડી મોડી રાત સુધી ખેડૂતો કડકડતી ઠંડીમાં એક-એક કિલોમીટર લાંબી લાઇનમાં ઉભા રહેવું પડે છે છતાં પણ પુરવઠા વિભાગના અધિકારીઓનું પાણી હાલતું નથી આ બાબતે ધોરાજીના ડેપ્યુટી કલેક્ટરે પણ તાત્કાલીક અસરથી પગલા લેવા જોઈએ જે કર્મચારીઓ મોડા આવે છે તેની સામે શિક્ષાત્મક પગલાં લેવા જોઈએ અને સરકારના નિયમ પ્રમાણે ખરીદી ચાલુ કરવી જોઈએ અને ખેડૂતોને સમય આપી દેવો જોઈએ જેથી કરીને લાંબી લાઈનમાં ઉભુ રહેવું પડે જો આ બાબતે તાત્કાલિક યોગ્ય કરવામાં નહીં આવે તો અમો ઉચ્ચકક્ષાએ રજૂઆત કરીશું ધોરાજીમાં જગતનો તાત છેલ્લા પંદર દિવસથી કડકડતી ઠંડીમાં એક કિલોમીટર લાંબી લાઈનમાં હેરાન થઈ રહ્યો છે ત્યારે આમાંથી ફરી ક્યારે મુક્તિ મળશે તે એક સવાલ ઉભો થયો છે.

રિલેટેડ ન્યૂઝ