ચીનમાં ફસાયેલા રાજકોટના નાગરિકોના પરિવારોને કલેકટરનો સંપર્ક કરવા અપીલ

રાજકોટ તા,28
ચીનમાં કોરોના વાયરલથી ફફડાટ ફેલાઈ ગયો છે. રાજકોટથી અભ્યાસ માટે ગયેલા વિદ્યાર્થી વેપારી અને પર્યટકો ચીનમાં ફસાયા હોય તો પરિવારજનોને કલેકટર અથવા ડિઝાસ્ટર વિભાગનો સંપર્ક સાધવા કલેકટર રેમ્યા મોહને અપીલ કરી છે.
ચીનમાં ફસાયેલા રાજકોટના કોઈપણ નાગરીકને તકલીફ હોય તો સ્થાનિક કચેરીનો સંપર્ક સાધ્યા બાદ તમામ જરૂરી મદદ કરવા કલેકટર દ્વારા જાહેરાત કરવામાં આવી છે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ચાયનામાં કોરોના વાયરસના કારણે સર્જાયેલી સ્થિતીમાં ગુજરાતના જે યુવાનો ત્યાં ફસાયેલા છે તેની સંપૂર્ણ વિગતો મેળવી જરૂરી તમામ સહાયતાના પ્રબંધ માટે મુખ્ય સચિવ અનિલ મુકિમને સૂચનાઓ આપી છે.
તદ્દઅનુસાર આવા વિદ્યાર્થીઓના વાલી-પરિવારો જે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વસેલા છે તેમનો રાજ્ય સરકારના જી.એસ.ડી.એમ.એ અને રિલીફ કમિશનર તંત્ર સંપર્ક કરીને સંબંધિત વિદ્યાર્થીઓની વિગતો મેળવશે. કોરોના વાયરસને કારણે સર્જાયેલી પરિસ્થિતમાંમાં જો ચાયનાથી આ વિદ્યાર્થીઓ ગુજરાત આવવા ઇચ્છતા હોય તો તેમને મદદ અને જરૂરી વ્યવસ્થાઓ તથા સ્થાસ્થ્ય સુરક્ષાની વ્યવસ્થા પણ રાજ્ય સરકાર વિદેશ મંત્રાલય અને ભારત સરકારના પરામર્શમાં રહીને હાથ ધરે તેવી સૂચના વિજયભાઇ રૂપાણીએ મુખ્યસચિવને આપી છે.

રિલેટેડ ન્યૂઝ