રાજકોટમાં ક્રેડિટ કાર્ડ કઢાવવાના બહાને દંપતિ સહિત 4 સાથે ઠગાઇ

રાજકોટ તા.28
રાજકોટ શહેરમાં પૈસાદાર બનવા માટે મિત્રો જ મિત્રના દુશ્મન બની જતા હોય છે ત્યારે શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં મિત્રએ દંપતી સહીત ચાર શખ્સોને ક્રેડિટ કાર્ડ કાઢી આપવાનું કહી પાસવર્ડ જાણી દોઢેક લાખની ઠગાઈ કરી હોય તે અંગે ફરિયાદ નોંધાતા પોલીસે ગઠીયાને સકંજામાં લઇ વધુ પૂછપરછ હાથ ધરી છે.
શહેરના ગોપાલનગરમાં રહેતા અને પાનની દુકાન ધરાવતા અજય મનજીભાઇ મારૂ નામના રાજપૂત વેપારીએ તેના મિત્ર હર્ષ ભરતભાઈ ભાલાળા સામે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ઠગાઈ અંગે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે અગાઉ આરોપી હર્ષ દૂધ વેચતો હતો ત્યારે પરિચયમાં આવ્યો હતો અને ઓળખતો હતો ઓક્ટોબર મહિનામાં પોતે આવ્યો હતો અને પોતે યશ બેંકમાં ક્રેડિટ કાર્ડ કઢાવવાનું એજન્ટ તરીકે કામ કરે છે તેવું કહી ફરિયાદીના પત્નીને યશ બેંકમાં ખાતું હોવાથી ક્રેડિટ કાર્ડ કઢાવી આપવાનું કહ્યું હતું અને કાર્ડ કઢાવી પણ આપ્યું હતું તેમજ ફરિયાદીને આવેલ એસબીઆઇનું ક્રેડિટ કાર્ડ જે ઇસ્યુ થયું હતું યશ બેન્કના ક્રેડિટ કાર્ડમાંથી અને ફરિયાદીને આવેલ એસબીઆઇનું ક્રેડિટ કાર્ડ ચાલુ કરવા માટે મદદ કરી પાસવર્ડ મેળવી લઇ 51,832 રૂપિયાની ઠગાઈ કરી હતી ફરિયાદી અજયભાઈએ કોઈ વસ્તુ ઓનલાઇન ખરીદી તેના 28 હજાર ચૂકવવાના હતા ત્યારે તેમને પોતાના ખાતામાં બેલેન્ડ માત્ર 800 રૂપિયા જ હોય તેવું જાણવા મળ્યું હતું અજયભાઈની પાનની દુકાને આવતા પ્રદીપભાઈ દુધાત્રા તેઓ પણ આ હર્ષને ઓળખતા હોય તેના ડોક્યુમેન્ટ લઇ ક્રેડિટ કાર્ડ બારોબાર કઢાવી લઇ 60,873 રૂપિયાની ઠગાઈ કરી હતી તેમજ અન્ય એક શખ્સ સાથે પણ આ બહાના હેઠળ છેતરપિંડી કરી હતી આશરે દોઢેક લાખની ઠગાઈ કરી હોય આ અંગે ફરિયાદ નોંધાવતા પીએસઆઇ ડી એ ધાંધલ્યા સહિતના સ્ટાફે આરોપી ગઠીયાને સકંજામાં લઇ વધુ પૂછપરછ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ