રાજકોટ-ગોંડલમાં તરકાટ મચાવનાર ચોટીલા પંથકની તસ્કર બંધુ ત્રિપુટી ઝડપાઈ

રાજકોટ તા.31
રાજકોટ અને ગોંડલ પંથકમાં તરખાટ મચાવનાર ચોટીલા પંથકની તસ્કર બંધુ ત્રિપુટીને રાજકોટ રૂરલ પોલીસે દબોચી લીધી છે. બે લુંટ અને ત્રણ ચોરીના ગુનાના ભેદ ઉકેલી રૂરલ એલસીબીએ રૂા.37,500ની કિંમતનો મુદામાલ જપ્ત કર્યો છે.
રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મીણાએ વણ શોધાયોલા મીલકત વિરૂધ્ધના ગુનાઓ શોધી કાઢવા અંગે સુચના આપી હતી જે અન્વયે રૂરલ એલસીબીના પીઆઈ એમ.એન. રાણાના માર્ગદર્શન હેઠળ અ,લસીબી શાખાનો સ્ટાફ મીલકત વિરૂધ્દના ગુન્હાઓ કરતા ગુન્હેગારોને શોધી પકડી પાડવા માટેની કામગીરીમાં હતા તે દરમ્યાન મળેલી બાતમીના આધારે ગોંડલના શેમળા રેલ્વે ફાયક પાસેથી રેલ્કર્મચારીને માર મારી લુંટ લેનાર ચોટીલા પંથકના સાલકડા ગામના ગોરધન રામજી ઉર્ફે રામુ સાડમીયા, નવઘણ રામજી ઉર્ફે રામુ સાડમીયા, અશોક રામજી ઉર્ફે રામુભાઈ સાડમીયાને ઝડપી લીધા હતા. તેની પાસે રહેલી રોકડ, બે મોબાઈલ અને બાઈક મળી રૂા.37,500નો મુદામાલ કબજે કર્યો હતો. ગોરધન સાડમીયા અગાઉ એક ઘરફોડ ચોરી તતા બે વાહન ચોરીના ગુનામાં નવઘણ સાડમીયા અગાઉ એક ઘરફોડ ચોરી તથા ત્રણ વાહન ચોરીના ગુનામાં અને અશોક સાડમીયા અગાઉ ચાર વાહન ચોરીના ગુનામાં પકડાઈ ચૂકયો છે.
બંધુ ત્રિપુટીની પૂછતાછમાં સાતેક દિવસ પહેલા ગોંડલ શેમળા રેલ્વે ફાટક પાસે બહાદુર સાડમીયા નામના તેના ભાઈ સાતે મળી ચારેયએ મજુરના ઝુપડામાંથી મોબાઈલ ચોરી કરેલ તેમજ ત્યાં રેલ્વે ટ્રેકની પેટ્રોલીંગ વાળા રેલ્વે કર્મચારીને લાકડાના ધોકાથી પગમાં માર મારી અને મોબાઈલની લૂંટ ચલાવી હતી.
ત્રણેક મહિના પહેલા ગોંડલમાં ઘોઘાવદર રોડ પર ગોરધન સાડમીયા તથા બહાદુર ગોરધન સાડમીયા તથા ગોરધનનો મીત્રએ એક આદીવાસી મજુર પાસેથી મોબાઈલ માંગતા નહિ આપતા તેને પડખાના ભાગે છરીનો છરકો મારી તથા લાફા મારી ભાગી ગયા હતા. રાજકોટની સરકારી હોસ્પિટલમાંથી બાઈકની ચોરી કરી હતી. ચારેય શખ્સોએ રીબડા પાસે આવેલ આદીવાસી મજુરના ઝુપડામાંથી રોકડા રૂા.7000ની તથા એક મોબાઈલ ફોન તથા બેંક ચેક બુક તતા કપડાના થેલાની ચોરી કર્યાની કબુલાત આપી છે. પોલીસે ઘરફોડ ચોરીઓ કરનાર બંધુ ત્રિપુટીની કડક ભાષામાં પૂછપરછ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ