આજથી આવાસ યોજનાના ફોર્મ મળશે : જુદી જુદી 3 કેટેગરીમાં 3078 ફલેટ

રાજકોટ તા.31
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રાજકોટ મહાનગરપાલીકા દ્વારા વેસ્ટ ઝોન ખાતે ઇડબલ્યુએસ-2 એલઆઇજી અને એમઆઇજી અંતર્ગત અનુક્રમે 542, 1268 અને 1268 મળી કુલ 3078 આવાસો તૈયાર કરવામાં આવ્યા છે. વન બેડ, ટુ બેડ અને થ્રી બેડના આવાસના ફોર્મનું વિતરણ આવતીકાલે તા.1 ફેબ્રુઆરીથી આઇસીઆઇસીઆઇ બેંક, સીવીક સેન્ટર ખાતેથી કેટેગરી વાઇઝ કરવામાં આવશે.
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત તૈયાર કરવામાં આવેલ 3078 આવાસોના ફોર્મ વિતરણની શહેરીજનો રાહ જોઇ રહ્યા હતા ત્યારે જ મુખ્યમંત્રી જાહેરાત કર્યા મુજબ આવતીકાલે તા.1 ફેબ્રુઆરીથી આઇસીઆઇસીઆઇ બેંક તેમજ મહાનગરપાલીકાના સીવીક સેન્ટર ખાતેથી કેટેગરીવાઇઝ એટલે કે આવાસ યોજનાઓના તબક્કા પ્રમાણે ફોર્મ વિતરણ કરવામાં આવશે. ઇડબલ્યુએસ-2 આવાસ યોજનાના 524 આવાસો માટે તા.1 ફેબ્રુઆરીથી 1પ ફેબ્રુઆરી સુધી ફોર્મ વિતરણ થશે. આ આવાસની કિંમત રૂા.5 લાખ રહેશે. જ્યારે એલઆઇજી આવાસ યોજનાના 1268 આવાસો માટે 17 ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધી ફોર્મ વિતરણ થશે. આ આવાસની કિંમત રૂા.12 લાખ રહેશે. જ્યારે એમઆઇજી આવાસ યોજનાના 1268 આવાસો માટે તા.3 માર્ચથી 17 માર્ચ સુધી ફોર્મ વિતરણ થશે. આ આવાસની કિંમત રૂા.24 લાખ રહેશે. જ્યારે ત્રણેય યોજનાના આવસોમાં આવક મર્યાદા મુજબના અરજદારોને ફોર્મ મળવાપાત્ર છે. મનપાના આવાસ યોજના વિભાગ દ્વારા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે કે, પરિવારની વાર્ષિક આવક મુજબ જે પ્રકારના આવાસ મળતા હોય તે મુજબ જ અને એ જ કેટેગરીના

રિલેટેડ ન્યૂઝ