ઠેબચડા હત્યા કેસમાં વધુ ત્રણ આરોપીઓની ધરપકડ : 6ની શોધખોળ

રાજકોટ તા.1
રાજકોટ તાલુકાના ઠેબચડા ગામે જમીનના વિવાદમાં હત્યાના ગુનામાં પકડાયેલા 12 પૈકી ત્રણ આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજુર થતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે વધુ તપાસ હાથ ધરી છે વધુ 3 આરોપીઓને ઝડપી લઇ 6ની શોધખોળ હાથ ધરી છે અને અન્ય 9 આરોપીઓને જેલહવાલે કરવામાં આવ્યા છે રાજકોટના ઠેબચડા ગામે જમીનના વિવાદમાં નીલકંઠ પાર્કના લખધીરસિંહ નવુભા જાડેજા નામના ક્ષત્રિય આધેડની ઘાતકી હથિયારોથી હત્યા નિપજાવવાના ગુનામાં 12 આરોપીઓની ધરપકડ કરી 3 આરોપીઓ છગન કોળી, મગન કોળી અને મહેશના 3 દિવસના રિમાન્ડ મંજુર કર્યા બાદ 4 મહિલા સહીત 9 આરોપીઓને જેલહવાલે કરવામાં આવ્યા હતા અને બાકી 9 આરોપીઓને ઝડપી પાડવા ક્રાઇમ બ્રાન્ચની જુદી જુદી ટિમો દોડાવાઈ હતી જે અંતર્ગત ઠેબચડા ગામના નાથાભાઈ જેરામભાઈ વાઢેર, રોનક નાથાભાઈ વાઢેર અને ભુપત નાથાભાઈ વાઢેરની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

રિલેટેડ ન્યૂઝ