જામકંડોરણા: તા.1
જામકંડોરણા ખાતે તા.2/2/2020ને રવિવારના રોજ શ્રી જામકંડોરણા તાલુકા લેઉવા પટેલ ક્ધયા આયોજીત છઠો શાહી સમૂહ લગ્ન સમારોહ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની હાજરીમાં યોજાશે આ સમૂહલગ્નની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.
લેઉવા પટેલ સમાજ માટે અમુલ્ય સંસ્થાઓનું નિર્માણ કરી સામાજીક અને શૈક્ષણિક ક્રાંતિ કરવાની પ્રેરણા ગૌ.વા.શ્રી વિઠલભાઈ રાદડીયા આપતા રહ્યા હતા તેમણે હજારો દિકરીઓના સમૂહ લગ્નોના આયોજન કરી ક્ધયાદાનરૂપી પૂણય કમાવાનું ચુકયા નથી તેમની પરંપરાનું પાલન કરી આવા ઉજજવળ વારસાને પ્રજજવલિત કરનાર સંસ્થાના પ્રમુખ અને કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા દ્વારા આ શાહી સમૂહલગ્નનનું સુંદર આયોજન કરવામાં આવેલ છે.
આ સમૂહલગ્નમાં દાતાઓના સહયોગથી આયોજક સંસ્થા તરફથી દિકરીઓને ઘરવખરીનો તમામ સામાન ઉપરાંત સોનાની બુટી, સોનાનો દાણો, ચાંદીની ગણપતિની મૂર્તિ-,ચાંદીની લક્ષમીજીની મૂર્તિ-,ચાંદીનો તુલસીનો કયારો, ચાંદીની ગાય1, ચાંદીની કંકાવટી, ચાંદીના વીંછીંયા, સોનાના ગ્રામવાળુ, મંગળસુત્ર, સોનાના ગ્રામવાળો ગળાનો સેટ, સોનાના ગ્રામવાળુ ડોકીયું સહિતની કુલ 108 વસ્તુઓ કરીયાવરમાં આપવામાં આવશે.
તા.2ને રવિવારના રોજ લેઉવા પટેલ કુમાર છાત્રાલયના પટાંગણમાં યોજાનાર આ શાહી સમૂહલગ્ન સમારોહમાં બપોરના 2-30 કલાકે જાન આગમન થશે, બપોરના 3-00 કલાકે સામૈયા થશે, સાંજના 4-00 કલાકે સમાજના ભામાષાઓનો સત્કાર સમારંભ અને આશિર્વચન પાઠવશે, સાંજના 5-00 કલાકે હસ્ત મેળાપ યોજાશે, સાંજના 6-00 કલાકે ભોજન સમારંભ અને રાત્રીના 8-00 કલાકે ક્ધયા વિદાય યોજાશે આ સમુહ લગ્માં લલીતાબેન ઘોડાદ્રા તથા સાજીદાઓ લગ્ન ગીતો ગાશે 156 દંપતિઓને 108 કરિયાવરની વસ્તુઓ ક્ધયાદાનમાં અર્પણ કરવામાં આવશે.
રાત્રીના 9-00 કલાકે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવેલ છે જેમાં કિર્તીદાન ગઢવી, ફરીદા મીર, બ્રીજરાજ ગઢવી, માયાભાઈ આહીર, સુખદેવ ધામેલીયા, હરેશભાઈ કાવાણી સહિતના કલાકારો રમ્ઝટ બોલાવશે.
આ શાહી સમૂહલગ્ન પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, વસંતભાઈ ગજેરા-સુરત, ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, ખોડલધામ ટ્રસ્ટ કાગવડના પ્રમુખ નરેશભાઈ પટેલ સહિતના અનેક રાજકીય, સામાજીક આગેવાનો હાજર રહી નવદંપતિઓને આશિર્વચન પાઠવશે.
આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ જયેશભાઈ રાદડીયાની રાહબરી નીચે આ પ્રસંગે દિપાવવા તડામાર તૈયારીઓ ચાલી રહી છે જામકંડોરણામાં બસ સ્ટેશનથી લઈ છેક સમુહલગ્ન સ્થળ સુધી આબેહુબ રોહનીથી સુશોભિત કરવામાં આવેલ છે કુલ અને રોશનીથી સુશોભિત 156 રજવાડી લગ્ન મંડપો તૈયાર કરવામાં આવેલ છે.
કુમાર છાત્રાલય ખાતે રોશનીથી ઝળહળતા વિશાળ ગેઈટ ઉભા કરવામાં આવેલ છે આ પ્રસંગે પધારેલ તમામ ભાઈઓ તથા બહેનો માટે અલગ અલગ ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલ આ પ્રસંગે 45000 કંકોતરીનું વિતરણ કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં વ્યવસ્થા માટે 4000 જેટલા સ્વયંસેવકો સેવાઓ આપશે.
