માના અંગોથી અન્યની જિંદગી બચતી હોય તો મોઢુ નથી જોવુ: અંગદાનની વિધી શરૂ કરાવો!

ઈશ્ર્વરીયા તા.2
ઈશ્ર્વરીયા ગામના પરીવારને સુરત સ્થિત પોતાના પરીવારનો સંદેશો મળ્યો કે આપણા માડી અવસાન પામ્યા છે. અને તમે નીકળો પછી અગ્નિ સંસ્કાર કરીએ.. તો અમારે માનું અંતિમ મોઢુ નથી જોવું, જાવ તમે વિધી કરી નાખો આ પ્રત્યુતર મળતા જ મૃત માના કેટલાયમાં જીવીત થઈ ગયા..
સિહોર તાલુકાના ઈશ્ર્વરીયા ગામના સમુબેન ઝવેરભાઈ નાકરાણી નવ સાડા નવ દસકા વટાવી ગયા. છેલ્લા થોડાક વર્ષોથી તેમના પુત્ર પૌત્રો સાથે ગયા. મોટા દીકરો હરીભાઈનું ઘણા વર્ષો પહેલા અવસાન થયેલું. એ પછી ગોવિંદભાઈ અને સૌથી નાનો ત્રિકમભાઈ ઈશ્ર્વરીયામાં ખેતી સંભાળે છે જયારે ગણેશભાઈ સુરતમાં વ્યવસાય કરે છે.
ત્રીજા ક્રમે હરીભાઈના દીકરા મનીષભાઈએ ઈશ્ર્વરીયા સંદેશો કહ્યો કે બા ગૂજરી ગયા છે. તમે જલ્દી સુરત આવો, પછી અંતિમ સંસ્કાર કરીએ.. અને જો તમે કહો તો બાના શરીરના આંખ સહિતના ઘણા ભાગ સ્વસ્થ જે કોઈને દાન કરીએ દેહદાન કરીએ પણ દેહદાન કરવું હોય તો તમે આવો ત્યાં સુધી પાર્થિવદેહ આપણા ઘરે રાખી જાળવી શકાશે નહીં છતા માનુ અંતિમ મોઢુ પણ નહિ જોઈ શકાય? કશો વાંધો નહીં 50-50 વર્ષમાં સાથે જ ગાળ્યા છે થોડા વર્ષથી સુરત ગયા છે માની મમતાની સંવેદનાને ભાઈઓએ કઠણ કરી લીધી અને કહી દીધું તો અત્યારે માનુ અંતિમ મોઢુ નતી જોવું જાવ તમે એ વિદી કરી નાખો.. આ પ્રત્યુતર મળતા જ સુરતમાં પૌત્રો મનીષભાઈ ગોબરભાઈએ વાત ચીત કરી
સુરતમાં પ્રફુલભાઈ શિરીયાના નેતૃત્વમાં લોકદ્દષ્ટિ સંસ્થા ચક્ષુદાન દેહદાન સ્વીકારવા બુધવાર તા.21ના દિવસ અવસાન પામેલ સમુબાના સાત આઠ અંગોથી સાત આઠ ને અંગો મળ્યા હતા મૃતમાં કેટલાયમાં જીવીત થઈ ગયા!

રિલેટેડ ન્યૂઝ