સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્રઋતુ વચ્ચે બીજા દિવસે ઝાકળવર્ષા : ધુમ્મસ

રાજકોટ તા.5
સૌરાષ્ટ્ર કચ્છમાં ચાલતા શિયાળામાં ગયા સપ્તાહથી ઠંડીમાં ચાલતા રાહતના દૌરમાં આજે સતત બીજા દિવસે ઝાકળવર્ષા થવા સાથે અનેક સ્થળે ધુમ્મસ છવાયું હતું. તો હજુ આ પ્રકારે ખુશ્નુમા માહોલ બની રહેવાના સંકેત સાથે છેલ્લા બે દિવસથી મિશ્ર ઋતુનો માહોલ જોવા મળ્યો છે.
સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના મોટાભાગના વિસ્તારોમાં રાતનું તાપમાન 10 ડીગ્રી ઉપર રહેવા સાથે દિવસે ગરમી બાદ સાંજથી મોડી રાત સુધી ફુંકાતો ઠંડો પવન ફરીને મોડી રાત્રે જ પડી જતા પવનને કારણે હવામાં રહેલ ભેજ સવાર સુધી ઝાકળવર્ષા રૂપે નીચે ઉભો થયો છે. જેને લઈને કેટલાક સ્થળે ધુમ્મસનું આવરણ પણ છવાઈ જતુ જોવા મળે છે.
સતત બીજા દિવસે આ પ્રકારે ઝાકળવર્ષા સાથે ધુમ્મસનું આવરણ છવાઈ જતા સવારે મોડે સુધી ખુશ્નુમા હવામાન લોકોને માણવા મળી રહ્યો છે. જો કે બાદમાં સૂર્યદેવે રંગ દેખાડવાનું શરૂ કર્યુ છે. જેથી લોકોને ગરમી અને બફારાનો દિવસે અહેસાસ થતો હતો.
રાજકોટ
રાજકોટમાં ફરી શરૂ થયેલા મિશ્ર ઋતુના દૌરમાં આજે સતત ત્રીજા દિવસે વહેલી સવારે ઝાકળવર્ષા થવાથી ખુશ્નુમા આબોહવાનો લોકોને નઝારો માણવા મળ્યો હતો. ગઈકાલે સવારે ઝાકળ વર્ષા થયા બાદ સૂર્યદેવે રંગ દેખાડતા બપોર સુધી ગરમીનો અનુભવ લોકોને થતો હતો. પરંતુ બપોરથી પવન નીકળી પડતા ગઈકાલે શહેરનું ન્યુનતમ તાપમાન 27.5 ડીગ્રી સુધી પહોંચી અટકયુ હતું.; જયારે આજે સવારે ન્યુનતમ તાપમાન 13.5 ડીગ્રી નોંધાયુ હતું. જે સાડા આઠ વાગ્યે જ 17 ડીગ્રીને પાર થઈ જતા ગરમી અને બફારો શરૂ થયો હતો. હવામાં સવારે ધુમ્મસની અસર હેઠળ 90 ટકા ભેજ નોંધાયો હતો તો પવનની ઝડપ સરેરાશ 6 કીમી પ્રતિ કલાકની રહી હતી.
જામનગર
જામનગર માં ઠંડી ના પ્રમાણમાં દરરોજ વધ – ઘટ જોવા મળી રહી છે. આજે ઠંડીનો પારો ફરીથી નીચે તરફ સરકયો હતો.આમ ઠંડીમાં વધારો જોવા મળ્યો છે. સાથેસાથ ભેજનું પ્રમાણ વધી જતા વહેલી સવારે ઝાકળ વર્ષા થઇ હતી. જામનગર માં વધ ઘટ જોવા મળી રહી છે. ગઈકાલે ઠતાપમાન નો પારો 15 ડિગ્રી સુધી પહોંચ્યા પછી. આજે વહેલી સવારે ફરીથી ઠંડીનું પ્રમાણ વધ્યું છે.
અને ઠંડીનો પારો 13.5 ડિગ્રીએ સ્થિર થયો હતો. સાથો સાથ ભેજનું પ્રમાણ 89 ટકા થઇ જતા વહેલી સવારે ઝાકળ વર્ષા થઇ હતી. અને માર્ગો ભીંજાયા હતા.
આજે સવારે પૂરા થતાં 24 કલાક દરમિયાન ન્યૂનતમ તાપમાન 25.5 ડિગ્રી જ્યારે મહત્તમ તાપમાન 26.5 ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 89 ટકા રહ્યું હતું જ્યારે પવન ની ગતિ સરેરાશ પ્રતિ કલાક ના 15 થઈ 20 કિ.મી.ની રહી હતી.
જૂનાગઢ
સમગ્ર સૌરાષ્ટ્ર સહિત જૂનાગઢ માં આજે વહેલી સવારે 9 વાગ્યે જોરદાર ઝાકળવર્ષા થઇ હતી. જેના કારણે ઠંડીમાં ઘટાડો નોંધાયો છે. આજે ભેજનું પ્રમાણ વધતા ઝાકળવર્ષા થઇ હતી. અને રસ્તાઓ ભીના થઇ ગયા હતાં. ઝાકળવર્ષાના કારણે વાહન વ્યવહારમાં ભારે અસર પડી હતી. આજે રાજયમાં સૌથી વધુ ઠંડી ગીરનાર પર્વત ઉપર 6.9 ડીગ્રી, તાપમાન નોંધાયું હતું.જૂનાગઢમાં આજે ઝાકળવર્ષા સાથે ઠંડીનું મોજુ ફરી વળ્યું હતું. ગીરનાર ખાતે 6. ડીગ્રી ઠંડી નોંધાઇ હતી. ગઇકાલે જૂનાગઢનું લઘુતમ તાપમાન 13 ડીગ્રી રહ્યા બાદ આજે સવારે પારો ગગડીને 11.9 ડીગ્રીએ સ્થિર થતાં ગુલાબી ઠંડી અનુભવાઇ હતી. જૂનાગઢના ગીરનાર પર્વત ખાતે 6.9 ડીગ્રી તાપમાન નોંધાયું હતું. વહેલી સવારે આકાશમાંથી ઝાકળવર્ષા થતા માર્ગો ભીના થઇ ગયા હતાં. જેને લઇ વાતાવરણમાં શીત લહેર ફરી વળી હતી.

રિલેટેડ ન્યૂઝ