રાજકોટ તા.6
રાજકોટ સહીત રાજ્યભરમાં રાજ્ય પોલીસવડા દ્વારા દારૂ જુગારની ડ્રાયવ યોજવા આદેશ આપવામાં આવ્યા હોય જે અંતર્ગત ગત રાત્રે પેટ્રોલીંગમાં રહેલ ડીસીબીની ટીમે બામણબોર પાસેથી બાતમી આધારે દારૂની 5376 બોટલ ભરેલું આઇસર ઝડપી લીધું છે 15 લાખના આઇસર સહીત 36,55,400 રૂપિયાનો મુદામાલ કબ્જે કરી રાજસ્થાનના શખ્શની ધરપકડ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે
રાજ્યભરમાં દારૂ જુગારના કેસો કરવા અંગેની ડીજીપી શિવાનંદ ઝાની સૂચનાથી રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી ખુર્શીદ અહેમદ, ડીસીપી રવિમોહન સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જયદીપસિંહ સરવૈયાના માર્ગદર્શન હેઠળ ડીસીબી પીઆઇ એચ એમ ગઢવી, પીએસઆઇ અતું સોનારા અને ટિમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન સમીરભાઈ શેખ, અનિલભાઈ સોનારા અને હરદેવસિંહ રાણાને મળેલી બાતમી આધારે અજીતસિંહ પરમાર, નિશાંતભાઈ પરમાર, મહેશભાઈ મંઢ, નિલેશભાઈ ડામોર સહિતના સ્ટાફને સાથે રાખીને બામણબોર જીઆઈડીસીથી ડોહલીધુના ગામ જવાના રસ્તે બામણબોર પ્રાથમિક શાળા પાસે વોચ ગોઠવી બંધ બોડીનું એમ એચ 04 કે એફ 1783 નંબરનું આઇસર પસાર થતા તેને અટકાવી તે ખોલીને જોતા અંદરથી દારૂનો મસમોટો જથ્થો મળી આવ્યો હતો આઇસરના ડ્રાયવરનું નામઠામ પૂછતાં રાજસ્થાનના જોધપુર જિલ્લાના સાલવાસ રોડ ઉપર આવેલ મહાદેવનાગર કોલોનીમાં રહેતો હરીશ ભુરારામ ચૌહાણ હોવાનું જણાવતા તેની ધરપકડ કરી હતી પોલીસે ગણતરી કરતા 448 પેટી એટલે કે 5376 બોટલ દારૂ હોય જેની કિંમત 21,50,400 રૂપિયા તેમજ 15 લાખનું આઇશર અને 5000નો ફોન મળી કુલ 36,55,400 રૂપિયાનો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ અર્થે આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.
