રાજકોટ: જેલમાં સેલોટેપ વિંટેલા દડામાંથી નીકળ્યા બે મોબાઈલ, ચાર્જર અને તમાકુનો જથ્થો

રાજકોટની મધ્યસ્થ જેલ અવારનવાર કોઈના કોઈ કારણોસર વિવાદમાં આવતી હોય છે. તાજેતરમાં જ રાજકોટની મધ્યસ્થ જેલમાં હત્યાના આરોપી દ્વારા વ્યાજની પઠાણી ઉઘરાણી મોબાઇલ ફોન દ્વારા કરવામાં આવતી હોવાની ફરિયાદ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવા પામી છે, ત્યારે ગત રાત્રે પણ રાજકોટની મધ્યસ્થ જેલમાંથી પ્રતિબંધિત વસ્તુઓ ઝડપાયાનો બનાવ સામે આવ્યો છે.

શહેરના પ્રદ્યુમન નગર પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ગતરાત્રે જેલના કમ્પાઉન્ડમાં જેલ સહાયક તરીકે ફરજ બજાવતાં હરપાલ સિંહ સોલંકી જેલની અંદર રાઉન્ડમાં હતા ત્યારે સેલોટેપનો દડો જોવામાં આવ્યો હતો, જે દડો તેમને કબજે કરી અન્ય અધિકારી બળદેવ રાવળને સોંપ્યો હતો. જે બાદ સવારે જેલ ખોલવાના સમયે દડો તેમણે જેલર સમક્ષ રજુ કરતા દડો ખોલવામાં આવ્યો હતો. જે દડો ખોલતા અંદરથી સેમસંગ કંપનીનો slim mobile તેમજ અન્ય કંપનીનો એક મોબાઇલ તો સાથે જ બે ચાર્જર તેમજ તમાકુનો જથ્થો નીકળ્યો હતો.

સમગ્ર મામલે જેલના અધિકારી દ્વારા પ્રતિબંધિત વસ્તુ કબજે કરી એફએસએલમાં મોકલી આપવામાં આવી છે તો સાથો-સાથ રાજકોટ શહેરના પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો સામે ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ