રાજકોટમાં રમતા રમતા ભુલી પડેલી બાળકીનું પરિવાર સાથે મિલન કરાવતી પોલીસ

રાજકોટ તા.8
રાજકોટ શહેરમાં બાળકો ગુમ થવાની ઘટનાઓ વચ્ચે જંગલેશ્વર વિસ્તારમાંથી એક બાળકી રમતા રમતા ગૂમ થઇ જતા મા-બાપ હતપ્રભ બની ગયા હતા અને પોલીસ પાસે દોડી ગયા હતા ભક્તિનગર પોલીસે બનાવની ગંભીરતાં જાણી તુરંત શોધખોળ હાથ ધરી હતી અને ગણતરીની કલાકોમાં જ બાળકીને શોધી પરિવારને સોંપી દીધી હતી મુસ્લિમ પરિવારે પોલીસનો તહેદિલથી આભાર વ્યક્ત કર્યો હતો પોલીસે કાળજાના કટકા સમાન દીકરીને પરિવારને શોધી આપી પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્ર વધુ એક વખત સાબીત કરી બતાવ્યું છે.
રાજકોટ શહેરમાંથી બાળકોના અપહરણની ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે ત્યારે જો કોઈપણ બાળક ગુમ થયાની પોલીસ સ્ટેશનમાં જાણ થાય તો તુરંત જ ગંભીરતા દાખવીને પોલીસ એકશનમાં આવી જાય છે ત્યારે જંગલેશ્વરની લેઉવા પટેલ સોસાયટીમાં ઘર પાસે સાંજે સાતેક વાગ્યે રમતી 3 વર્ષની બાળકી નાસરીન ગુમ થઇ જતા પિતા ઇબરારભાઈ ઇબ્રાહીમભાઇ ભક્તિનગર પોલીસ સ્ટેશને દોડી આવ્યા હતા અને આ અંગે વાત કરતા પોલીસ કમિશ્નર અગ્રવાલ, જેસીપી અહેમદ, ડીસીપી સૈની, એસીપી રાઠોડની સૂચનાથી ભક્તિનગર પીઆઇ વી કે ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એસ એન જાડેજા, મેહુલભાઈ ડાંગર સહિતના સ્ટાફે બાળકીની શોધખોળ હાથ ધરી હતી દરમિયાન સૂર્યોદય સોસાયટીમાં રહેતા જાગૃત નાગરિક રામદેવસિંહ પ્રવિણસિંહ ઝાલાએ એક બાળકી તેના ઘર પાસે હોવાનું જણાવતા તુરંત જ ત્યાં દોડી જઈને બાળકીને પોલીસ સ્ટેશને લાવી તેના માં-બાપને હેમખેમ સોંપી દીધી હતી આમ પોલીસ પ્રજાનો મિત્ર તે સૂત્ર વધુ એક વખત રાજકોટ પોલીસે સાબીત કરી બતાવ્યું છે.

રિલેટેડ ન્યૂઝ