રાજકોટ તા.11
રાજકોટમાં આવેલા ઘંટેશ્ર્વર પાર્ક 25 વારીયા કવાર્ટરમાં રહેતા યુવાનને તેના મિત્રએ કેશોદ વાડી વાવવા રાખી હોવાનું કહી બાઇકમાં કેશોદ લઇ જઇ ધોકા અને લાકડી વડે માર માર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં આવેલા ઘંટેશ્ર્વર પાર્ક 25 વારીયા કવાર્ટરમાં રહેતા મહેન્દ્ર બધાભાઇ કટારીયા નામના 30 વર્ષના યુવાનને પાંચેક દિવસ પૂર્વે તેનો મિત્ર જીતુ હાજા કોળી બાઇકમાં બેસાડી કેશોદ લઇ જઇ ધોકા અને લાકડી વડે માર માર્યો હતો. મહેન્દ્ર કટારીયાને ઇજા પહોચતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક પુછતાછમાં ઇજાગ્રસ્ત મહેન્દ્ર કટારીયા અને હુમલાખોર જીતુ કોળી પહેલા સાથે કામ કરતા હતા અને બંને મિત્રો હતા. જીતુ કોળીએ કેશોદમાં વાડી વાવવા રાખી હોવાનું કહી બાઇકમાં બેસાડી કેશોદ બાયપાસ ઉપર લઇ જઇ બેફામ માર માર્યો હોવાનું ઇજાગ્રસ્ત મહેન્દ્ર કટારીયાએ જણાવ્યું હતું. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી હુમલા પાછળનું કારણ જાણવા કાનુની તપાસનો દોર લંબાવ્યો છે.
