રાજકોટ મનપા બાકીદારો પર તુટી પડયુ: 16 યુનિટ શીલ, 53 મિલ્કત લેવાઈ ટાંચમાં

રાજકોટ તા.12
રાજકોટ મહાનગરપાલીકાના વેરા વિભાગ દ્વારા 1 લાખથી વધુ મિલ્કત વેરો બાકી હોય તે પ્રકારના આસામીઓની મિલ્કત સીલ કરવાની તેમજ મિલ્કત ટાંચમાં લેવાની ઝુંબેશ વધુ વેગવંતી બનાવી આજરોજ ત્રણેય ઝોનમાં રીકવરી ઝુંબેશ હાથ ધરી 53 મિલ્કતોને જપ્તીની નોટીસ ફટકારી ટાંચમાં લેવાની કામગીરી હાથ ધરાયેલ તેમજ વેરો ન ભરનાર 12 મિલ્કતોને સીલ મારી સ્થળ ઉપર રૂા.1.03 કરોડની વસુલાત હાથ ધરી હતી.વેરા વિભાગ દ્વારા વોર્ડ નં- 1 માં રૈયાધાર વિસ્તારમાં 2-યુનિટના બાકી માંગણા સામે 89,000/- ની વસુલાત વોર્ડ નં. 2 સરકારી મિલ્કતના બાકી માંગણા સામે 72.27 લાખની વસુલાત, વોર્ડ નં. 3 માં કૈલાશવાડીમાં આવેલ એસ.બી.આઇ.બેંકના બાકી માંગણા સામે રૂ.15,96,654/-ની વસુલાત, વોર્ડ નં- 4 માં લાતીપ્લોટમાં હિમતલાલ શાહ ના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી 1,51,000/ વસુલાત, વોર્ડ નં- 6 પરશુરામ ઇન્ડ. એરીયામાં આવેલ કિરણબેન મુંગરા ના યુનિટ બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી 1,00,000/- વસુલાત હાથ ધરી હતી. પરશુરામ ઇન્ડ. એરીયામાં આવેલ રાજેશભાઇ સોરઠીયા ના યુનિટ બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી 98,000/- વોર્ડ નં- 7 હોટેલ સિલવર સેન્ડના બાકી માંગણા સામે જપ્તીની નોટીસ આપેલ. શિવાલીક-5 માં 3 યુનિટને જપ્તીની નોટીસ આપેલ તથા 1-યુનિટને સીલ મારેલ. શિવાલીક-7 માં 1 જપ્તીની નોટીસ આપેલ તથા 2-યુનિટને સીલ મારેલ. ફેડરલ બેંક ભક્તિનગર શાખાને બાકી માંગણા સામે નોટીસ આપેલ. વોર્ડ નં. 8 માં નિર્મલા કોન્વેન્ટ રોડ પર આવેલ 3- યુનિટના બાકી માંગણા સામે રીકવરી 6,74,000/-, વોર્ડ નં.9 રૈયા ચોકડી પાસે આવેલ અંબિકા કોમ્પ્લેક્ષ માં 5- યુનિટને બાકી માંગણા સામે સીલ મારેલ.
રવિરત્ન પાર્કમાં 2-યુનિટના બાકી માંગણા સામે રીકવરી રૂ.2,00,000/- વોર્ડ નં.11 મવડી મે. રોડ પર આવેલ 7- કોમર્શીયલ યુનિટને જપ્તીની નોટીસ આપેલ. વોર્ડ નં.12, પાર્થ વિધાલય ના બાકી માંગણા સામે રીકવરી 74,288/- મવડી રોડ, 150 ફૂટ રીંગ રોડ તથા પુનિતનગરમાં કુલ 15- યુનિટને જપ્તીની નોટીસ આપેલ. રીકવરી રૂ.3,00,000/-, વોર્ડ નં. 14 બાપુનગર વિસ્તારમાં 6-યુનિટને જપ્તીની નોટીસ આપેલ તથા રીકવરી રૂ.90,000/- વોર્ડ નં- 15 માં સહજાનંદ ઇન્ડ. એરીયામાં આવેલ ભુપતભાઇ લુણાગરીયાના 2-શેડને બાકી માંગણા સામે જપ્તીની નોટીસ આપેલ. સહજાનંદ ઇન્ડ. એરીયામાં આવેલ જાનવી કાસ્ટીંગ ના બાકી માંગણા સામે જપ્તીની નોટીસ આપેલ. વોર્ડ નં. 16 સોરઠીયા વાડી, પટેલ નગર વિસ્તારમાં 5-યુનિટને બાકી માંગણા સામે જપ્તીની નોટીસ આપેલ.
વેરા વિભાગ દ્વારા સે.ઝોન દ્વારા 5-યુનિટને સીલ મારેલ 19 મિલ્કતોને જપ્તીની નોટીસ આપેલ તથા રીક્વરી રૂ.80,13,000/- વેસ્ટ ઝોન દ્વારા 7-મિલ્કતોને સીલ મારેલ 20- મિલ્કતોને જપ્તીની નોટીસ આપેલ તથા રીકવરી રૂ.11,60,000/- ઇસ્ટ ઝોન દ્વારા 4-મિલ્કતોને સીલ મારેલ તથા 14- મિલ્કતોને જપ્તીની નોટીસ આપેલ તથા રીકવરી રૂ.12,00,000/- કરી 16-યુનિટને સીલ મારેલ તથા 53- મિલ્કતોને જપ્તીની નોટીસ આપેલ તથા રીકવરી રૂા.1.03 કરોડ રીકવરી હાથ ધરી હતી.

રિલેટેડ ન્યૂઝ